________________
અગાલાના કાયસ્થા, પંજાબના ગુરા, જાટા, વગેરે જાતિ મૂળે હિંદુ નહિ પણુ રાન અને અફ્ઘાનીસ્તાનમાંથી આવેલી વિદેશીય જાતિ છે, એમ માનવાને ક યથાર્થ પ્રમાણેા મળી શકતાં નથી, પરંતુ કેટલીક રજપુત જાતિએ બ્રાહ્મણ વર્ગમાંથી ઉદ્ભવી, ક્ષત્રિય જાતિમાં ભળી ગઇ છે, તેને માટે જોઇએ તેવા પુરાવા મળી આવ્યે છે, એમ મારી ખાત્રી થઇ છે. તે જ સમયે તિહાસના સમ વિદ્વાન ગૌરીશ’કર હીરાચંદ એઝાનાં ‘રાજપુતાનાના ઇતિહાસ ’નાં પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં. જે પ્રમાણેાથી કેટલીક રજપુતજાતિએનુ` બ્રાહ્મણમૂલત્વ સિદ્ધ થઇ શકે છે, તે જ પ્રમાણેાથી તેઓએ તે જાતિને ક્ષત્રિય સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યો છે, તે જોઇને મને બહુ આશ્રય લાગ્યું. તેના જેવા સુપ્રસિદ્ધ વિદ્વાનની સામે પ્રતિવાદ કરવા, તે જ ધૃષ્ટતા ગણાય. પરંતુ તેઓએ આપેલાં પ્રમાણાથી જ જ્યાંરે તેઓએ ઉપજાવેલાં અનુમાનાથી વિપરીત અનુમાના ઉપજી શકે છે, એમ જ્યારે મારી પ્રતીતિ થઇ, ત્યારે આ સાથેના લેખ લખવાની મેં હિંમત કરી છે. એટલું જ નહિ પણ ઇ. સ. ૧૯૨૮માં નિડયાદમાં ભરાયેલી ગુજરાતીસાહિત્ય પરિષદે તેને સ્વીકાર કર્યાં અને પોતાની કારવાઇમાં છાપવાનું નક્કી કર્યું, ત્યારે જ આ લેખ સ્વતંત્ર રીતે છપાવી વિદ્યાનેાની સમક્ષ રજુ કરવા યોગ્ય છે, એમ માની પ્રકાશિત કરેલ છે. શ્રીયુત ગારીશંકર હીરાચં એઝા જેવા પ્રખર વિદ્વાનની પાસે મારા જેવા અલ્પાભ્યાસીની શી ખીસાદ, તે પણ હુક સમજું છું. છતાં પ્રત્યેક પ્રશ્નના સંબંધમાં અવલોકનકારાના ત્રણ વર્ગો હોય છેઃ ૧ સપક્ષ ૨ વિપક્ષ, અને ત્રીજો તટસ્થ. પહેલા અને ખીજા વર્ગો માટે મારે કશું ય કહેવાતું નથી. જેએ જાત્યભિમાન અથવા જાતિવિદ્વેષ ભૂલી જઇ, માત્ર પ્રમાણા, પ્રમાણેાની વ્યવસ્થા અને તેના ઊહાપાહ ઉપર જ લક્ષ આપી, તે ઉપરથી ઉપન્નવેલાં અનુમાને યથા` અથવા સંભવિત છે કે નહિ, એટલુ જોવા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com