________________
પ્રસ્તાવના
ઇ. સ. ૧૯૧૧ના જાન્યુઆરી માસના “ઇડિયન એન્ટીકરી' નામના પત્રમાં પ્રોફેસર (હાલમાં ડોકટર) દેવદત્ત ભાંડારકરે “હિંદુઓમાં વિદેશીય જાતિઓનાં ત’ – એ નામને નિબંધ પ્રકટ કર્યા પછી, તે વિષે અનેક દેશીય અને વિદેશીય વિદ્વાનોએ ચર્ચા કરી છે. હજુ પણ તે ચર્ચાને અંત ક્યારે આવશે, તે કહી શકાતું નથી. ચોકકસ એતિહાસિક પ્રમાણેના અભાવે અહીંતહીંથી મેળવેલાં સાધનોથી ઉપજાવેલાં અનુમાને સર્વમાન્ય થઈ શકે નહિ. તે જ વિદ્વાને ઇ. સ. ૧૯૦૯ ના “બંગાળાના જર્નલ ઓવ ધ એશિયાટિક સેસાઇટી (પુ. ૫, પૃ. ૧૬૭–૧૮૭) ને અંકમાં “ગુહિત અને નાગરે” – એ નામને લેખ પણ પ્રકટ કર્યો છે. તે લેખમાં તેઓએ વલભરાજાઓના મૈત્રકવંશ, નાગરે, કાયસ્થ, ગુર્જરે તથા મેવાડના ગુહિલોને વિદેશીય જાતિના ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે, ઉપરાંત, મેવાડના ગુહિલેને પૂર્વજ વડનગરને નાગરબ્રાહ્મણ હતો, એમ પણ નિર્ણય કર્યો છે. તે નિર્ણવિરૂદ્ધ પ્રતિવાદો થયા છતાં, તે નિર્ણયની અયથાર્થતાની તેઓની
ખાત્રી થઈ નથી. હજુપણ તે દિશામાં તેઓને પ્રયત્ન ચાલુ જ છે. હાલમાં “ઈડિયન એન્ટીકરીના” ઈ. સ. ૧૯૩૩ના માર્ચ-એપ્રિલ માસેના અકેમાં તેઓએ “નાગર બ્રાહ્મણ અને કાય”—નામને એક લેખ પ્રકટ કર્યો છે તેમાં તેઓએ પોતાના પૂર્વ પ્રતિપાદિત સિદ્ધાંતનું સર્વથા સમર્થન કર્યું છે. | ‘હિંદુઓમાં વિદેશીય જાતિઓનાં તો '—એ લેખ વાંચ્યા પછી તે વિષે વિશેષ અભ્યાસ કરવાની મને સહજ ઈચ્છા થઈ. યદ્યપિ રજપુતાનાના રજપુત, મહારાષ્ટ્રના મરાઠાઓ, ગુજરાતના નાગરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com