________________
વિચારવાને તૈયાર હશે, તેઓને માટે જ મેં યત્કિંચિત્ શ્રમ લીધે છે, અને તે વર્ગ નીકળી આવશે, તો મારે શ્રમ સફલ થયો છે, એમ હું માનીશ.
ઓઝાશ્રીએ આપેલાં પ્રમાણમાં મારા તરફથી એક પણ નવીન પ્રમાણ ઊમેરવામાં આવ્યું નથી. માત્ર કુંભારાણાના એકલિંગમહમ્યમાં બપ્પના પૂર્વજ ગુહદનના સંબંધમાં જે લેકે આપ્યા છે, તેનું તેઓએ માત્ર સૂચન કર્યું છે, અવતરણ કર્યું નથી. (જુઓ પૃ. ૩૨). અવતરણ આપ્યું હોત તો વાચકે પિતે પિતાની મેળે જ નિર્ણય કરી શકત. તે જ પ્રમાણે હિંદુસ્થાનને મધ્યકાલીન ઈતિહાસ રચનાર વિદ્વદર્ય ચિંતામણ વિનાયક વૈધે પણ તે વિષયની ચર્ચામાં કઇ નવીન પ્રકાશ પાડ્યો નથી.
છતાં ઓઝાશ્રીએ ઉપજાવેલાં અનુમાને અને મારાં અનુમાને વચ્ચે તફાવત આવે છે, તેનું કારણ માત્ર પ્રમાણેની વ્યવસ્થાપદ્ધતિ જુદી જુદી છે, તે ઉપર વાચકોનું ખાસ લક્ષ ખેંચવામાં આવે છે.
ઓઝાશ્રીએ મૂળ પુરૂષના બ્રાહ્મણત્વદર્શક વચનોની સામે તેના વંશજેના ક્ષત્રિયવદર્શક વચને મૂકી, બ્રાહ્મણત્વદર્શક વચનને અપ્રમાણિક ગણ્યાં છે. વસ્તુતઃ, તેમ નથી. બ્રાહ્મણત્વદર્શક વચને મૂળ પુરૂષને માટે વપરાયાં છે. તેમ હોવાથી તે વચનો અન્ય બાધક થઈ શકતાં નથી. તે જ કારણથી મેં તે પ્રમાણને બે વર્ગોમાં વહેંચી નાંખી તેઓના પ્રામાણ્યપ્રામાણ્યનું વિવેચન કર્યું છે.
ખરીરીતે મૂળ પુરૂષનું બ્રાહ્મણત્વ દર્શાવનાર સ્પષ્ટ લિંગવાળાં ચાર પ્રમાણે છે.
૧ ઇ. સ. ૯૭૭ ના રાણુ શક્તિકુમારને શિલાલેખ (પૃ. ૮-૯).
૨ ઇ. સ. ૧૨૩૪ને રાણું સમરસિંહનો રસિયારાજની છત્રીને શિલાલેખ (પૃ. ૨૬-૨૭. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.