________________
મેવાડના ગુહિલ ઃ ૩૧ વિદ્યાનુરાગને લીધે તેઓને મેવાડના વીરવિકમ અથવા ભેજની ઉપમા આપી શકાય. તેઓએ, તદુપરાંત તળાવ, સરોવર, સડકો, મંદિરો અને કિલ્લાઓ કરાવી અનેક સાર્વજનિક કામમાં પુષ્કળ દ્રવ્યવ્યય કર્યો છે. (“રાજપૂતાનેકા ઇતિહાસ,” પૃ. ૫૧, ૬૩૬). તેઓના જેવા રણવીર, વિદ્યાવીર અને દાનવીર પુરુષ પોતાના પ્રખ્યાત અને પરાક્રમી વંશનું પૂરેપૂરું સંશોધન કરાવે, તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. બની શકે તેટલી શોધ કરીને તેઓએ પિતાના વંશને ઇતિહાસ જુદી જુદી પ્રશસ્તિઓ અને ગ્રંથમાં લખી રાખે છે, અથવા લખાવી રાખે છે. તે જ ઈતિહાસ સૌથી વધારે વિશ્વાસપાત્ર ગણુ જોઈએ, અને ગણાય પણ છે. તેઓના સમયના જુદા જુદા સાત શિલાલેખો પ્રાપ્ત થયા છે, તે પૈકી ચિતેડના દરવાજા પાસે કીર્તિસ્તંભની પ્રશસ્તિ અને કુંભલગઢની બે પ્રશસ્તિઓના શિલાલેખો ગુહિલ વંશના વિશુદ્ધ ઇતિહાસ માટે બહુ ઉપયોગી છે. તે ત્રણે પ્રશસ્તિઓ તેઓએ પોતાના રાજકવિ, દશપુર (દશેરા) જાતિના મહેશકવિ પાસે રચાવી છે. તે પરથી તે ત્રણે લેખે તેઓએ પોતે જ કેવરાવ્યાનું સિદ્ધ થાય છે. (પૃ. ૬૩૦-૬૩૨).
૩. મહારાણા કુંભાના સમયના લેખો ૧. કુંભલગઢને શિરાલેખઃ ૨. એકલિંગમાહાતમ્ય નામને ચ થઃ
૩. ગતિવિદ ઉપર રસિકપ્રિયા નામની ટીકા ચિતોડના કીર્તિસ્તંભની પ્રશસ્તિ તેમ જ કુંભલગઢની બંને પ્રશસ્તિઓ વિ. સં. ૧૫૧૭ના માર્ગશીર્ષ વદ ૫ સેમવારે એટલે ઈ. સ. ૧૪૬૦માં રચાઈ છે. તે પૈકી કીર્તિસ્તંભની તેમ જ કુંભગઢની બીજી પ્રશસ્તિ પ્રસિદ્ધ થઈ નથી. કીર્તિસ્તંભની પ્રશસ્તિમાં ગુહિલ અને બપનું તેમ જ તેના વંશનું સવિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com