________________
૩૦ : મેવાડના ગુહિલો હારીતરાશિએ પિતાનું ક્ષાત્રતેજ બમ્પને આપ્યું, એમ સ્પષ્ટ વચન છે. તે ઉપરથી તેઓ જાતિએ ક્ષત્રિય જ હશે એમ સબળ અનુમાન થઈ શકે છે. તે જ મુજબ બ૫ બ્રાહ્મણ હતા, એમ ન માનવાનો આગ્રહ કરવાનું ઉપરના બન્ને શિલાલેખેથી કંઈ કારણ જણાતું નથી.
ઉપર્યુક્ત રાણા સમરસિંહના લેખે કરતાં વધારે અગત્યના અને મહત્વના લેખો રાણા કુંભકર્ણના સમયના છે. પણ કુંભકર્ણ અથવા મહારાણા કુંભાએ મેવાડના રાજસિંહાસનને ઈ. સ. ૧૪૩૩થી ઈ. સ. ૧૪૬૮ સુધી ૩૫ વર્ષ અલંકૃત કર્યું હતું. રાણા સમરસિંહથી તેઓ સાતમી પેઢીએ થઈ ગયા છે. દિલ્હીની ગાદીએ તે સમયાન્તરમાં સયદવંશના મહમદશાહથી માંડી લાદીવંશના સિકંદરશાહ સુધી ચાર સુલતાન થઈ ગયા હતા. પરંતુ તેઓને સતત વિગ્રહ તે માલવા અને ગુજરાતના સુલતાને સાથે કરવો પડ્યો હતે. છેવટે તેઓએ અનેક યુદ્ધો કરી, તેઓને કેવલ પરાસ્ત કરી નાખ્યા હતા. તે ઉપરથી તેઓને હિંદુસુરત્રાણ એટલે હિંદુપતિપાદશાહની પદવી મળી હતી. મેવાડના ગુહિલ રાજાઓમાં રાણા બ૫, રાણા હમીર, રાણા કુંભ, રાણા સંગ, રાણા પ્રતાપ અને રાણા રાજસિંહ જેવા વીર પુરુષોનાં દૃષ્ટાંત બીજા દેશના ઈતિહાસમાં મળવા મુશ્કેલ છે. રાણા કુંભે અનેક યુદ્ધ કરી મેવાડના રાજ્યની સીમાની તેમ જ સમૃદ્ધિની બહ વૃદ્ધિ કરી હતી. જેવા તેઓ રણવિશારદ હતા, તેવા જ તેઓ વિદ્યાવિશારદ હતા. સાહિત્ય, સંગીત, શિલ્પ, નૃત્, વાદ્ય અને નાયાદિ શા ઉપર તેઓએ પિતે અનેક ગ્રંથ રચ્યા છે, અને બીજા વિદ્વાન પાસે રચાવ્યા છે. તે સર્વમાં તેઓની રચેલી ગીતગોવિદ ઉપરની રસિકપ્રિયા નામની ટીકા હજ પણ બહુ વિદ્વન્માન્ય ગણાય છે. તેઓના એટલા બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com