________________
મેવાડના ગુહિલો : ૨૩ પણ સિક્કા ઉપર તેવું ચિહ્ન જોવામાં આવતું નથી. સૂર્યનું ચિહ્ન સૂર્યોપાસનાનું પણ સૂચન કરે છે. બાપના પૂર્વજો બ્રાહ્મણે હતા, છતાં તેઓ સૂર્યપૂજક પણ હતા, એમ માનવામાં કંઈ આપત્તિ આવતી નથી. અથવા બાપે મહારાજ્ય જીતી લીધું, અને ત્યાર પછી તેને ક્ષત્રિય રાજાઓ સાથે લગ્નવ્યવહાર જોડવાની ઈચ્છા થઈ, તે કારણને લીધે પણ તેણે પિતાને સૂર્યવંશી મનાવવા માટે પણ પોતાના સિક્કા ઉપર સૂર્ય કેતરાવ્યા હોય તો તે પણ સંભવિત છે, અર્થાત્ તેના સિક્કા ઉપરનું સૂર્યચિહ્ન તેના સૂર્યકુલત્વનું અકાટ્ય પ્રમાણ છે, એમ કહી શકાય નહિ.
નરવાહનના લેખમાં બમ્પને ક્ષિતિપતિ કહે છે. ક્ષિતિપતિને અર્થ રાજા થાય છે, પણ ક્ષિતિપતિને પર્યાય મહાદેવ નથી, પણ મહીપતિ જ છે. ક્ષિતિપતિ પદ ઉપરથી મહાદેવના અર્થમાં ફેરફાર કરવાની જરૂર પડતી નથી.
સકલ ચર્ચાને સાર એટલે જ છે કે – આરપુરના લેખમાં “આનંદપુર, વિપ્રકુલાનંદ, મહીદેવ અને ગુહિલવંશના પ્રભવ” એ પદે લખાયાં છે, તે પદેને જે સ્વાભાવિક અર્થ થાય છે, તેમાં ફેરફાર કરવાને એક પણ મજબૂત કારણ નથી.
() આનંદપુરને વિપ્ર એટલે શું? ૩. વિદ્વદ્વર્ય વૈદ્યમહાશય અ૫ અથવા ગુહદત્તને આનંદપુર એટલે નાગહુદને બ્રાહ્મણ કદાચ સ્વીકારી શકે; પરંતુ કોઈ તેઓને વડનગરના નાગરે કહે, તો તે તેનાથી સહન થઈ શકતું નથી. તેઓને નાગરો કહેવાનો કેઈને આગ્રહ શા માટે હોય? પરંતુ બ્રાહ્મણત્વ સ્વીકારવામાં આવે તો નાગરત્વથી શી ક્ષતિ થાય છે, તે સમજાતું નથી. છેવટે તેઓ આનંદપુર વડનગર અને આનંદપુરના બ્રાહ્મણે વડનગરના નાગરે, એ બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com