________________
૨૨ : મેવાડના ગુહિલે રાજાઓની તેઓના કવિઓએ કરી છે. પરંતુ તે કવિઓએ તો ચાલુક્યવંશને ચંદ્રવંશ સાથે મેળવ્યું છે, તેથી તે વંશને છેલ્લે રાજા ક્ષેમક થયે, એમ તો કહ્યું છે, પરંતુ તે ક્ષેમકના વંશજોએ અર્થે રાજય કર્યું, તેને છેલ રાજા વિજયાદિત્ય થયે અને તેણે દક્ષિણમાં રાજય કર્યું, વગેરે. ૧૯ આ બંને કલ્પનાઓ. શશાંગ અથવા વંધ્યાસુત જેટલી જ અસત્ય છે. ક્ષેમકની પણ નંદરાજાએ તેવી જ દશા કરી હતી, ચંદ્રવંશના કોઈ પણ રાજા એ અર્થે રાજય કર્યું નથી. તે બંને કથાઓમાં કહેલ વિજયાદિત્ય અને ગુહાદિત્ય નામના રાજાઓ થયા જ નથી. અર્થાત્ તેવી કલ્પનાઓને કેઈ પણ સ્થળેથી ટેકે મળી શકે તેમ નથી.
ચાહાણ, ચાલુક્ય, પરમાર અને પ્રતિહારના કેટલાક લેખમાં તેઓના મૂલ પુરુષને બ્રાહ્મણે કહ્યા છે, ત્યારે બીજા લેખમાં તેઓના વંશજેને સૂર્યવંશી અથવા ચંદ્રવંશી ક્ષત્રિય કહ્યા છે. તે તે સ્થળોએ બ્રાહ્મણે કહેનારા લેખો અસત્ય સિદ્ધ થઈ ચૂક્યા છે, એમ વૈઘમહાશયની માન્યતા છે. તે વિષે પણ આ લેખના ચતુર્થ વિભાગમાં જોઇતી ચર્ચા કરવામાં આવશે. અમુક લેખમાં મૂળ પુરુષને બ્રાહ્મણે કહેવામાં આવ્યા હોય, તે સાથે બીજા લેખમાં તેઓના વંશજોને ક્ષત્રિય કહ્યા હોય તેથી મૂલ પુરુષના બ્રાહ્મણત્વને કાંઈ બાધ આવતો નથી.
બમ્પના નાના એક સિક્કા ઉપર સૂર્યનું ચિહ્ન છેતરાયેલું છે, તેટલા જ ઉપરથી તેનું સૂર્યકુલત્વ સિદ્ધ થઈ શકે નહિ. તેના વંશજોના હજારે સિક્કાઓ પ્રાપ્ત થયા છે, તેમાંના કેઈ
૧૯, જુઓ પ્રાચીન લેખમાલા, (નિર્ણયસાગર છાપખાનાની આવૃતિ) પુ. ૧ પૃ. ૧૩૧-૧૩૮, વિષ્ણુવર્ધનનું દાનપરા; તેમજ તેજ પુ. ૧, પૃ. ૨૦૫-૨૧૨. વીરોડપતિનું દાનપત્ર ઇ. સ ૧૦૭૯નું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com