________________
મેવાડના ગુહિલો ઃ ૨૧ ઈ. સ.ના છડું સૈકામાં થઈ ગયે. તે અરસામાં તેણે કે તેના ફટાયાએ આગ્રામાં રાજય જમાવ્યું હોય અને તેના છેલ્લા રાજા
૫ સુધી તે રાજય ટકયું હોય, તો હર્ષવર્ધનના દિગ્વિજયના વૃત્તાંતમાં કે ચીનાઈ પ્રવાસી હ્યુયેનસંગના પ્રવાસવૃત્તાંતમાં તે હકીકત નોંધાઈ હોત.
ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં કનોજમાં મૌખરીવંશના રાજાઓ રાજય કરતા હતા, સાતમા સૈકામાં હર્ષવર્ધને તે રાજય ખાલસે કર્યું હતું. હર્ષવર્ધન પછી પણ આઠમા સૈકા સુધી મૌખરી રાજાઓનું જ ત્યાં રાજય હતું, ત્યાર પછી પ્રતિહાર રાજાઓ એ તે રાજય જીતી લીધું હતું. કનેજથી આગ્રા એટલું દૂર નથી કે ત્યાં કેઈ બીજે રાજા આવીને રાજય જમાવી શકે અથવા લાંબા કાળ સુધી ટકાવી શકે. ચાટસુના ગુહિલે તો ચિતોડથી જુદા પડયા હતા. તેઓને મૂલ પુરુષ ભર્તુપટ્ટ ચિતોડમાં જ રાજય કરતો હતો, એટલું જ નહિ પણ ભોંપટ્ટ બ૫ અથવા ગુહદત્ત પહેલાં નહિ પણ પછી થઈ ગયે હતો. એટલે તે ગુહિલોએ આગ્રા સુધી રાજય મેળવ્યું હોય તો તે બાપની પછીની જ હકીકત છે. આવી ઐતિહાસિક સપ્રમાણ આપત્તિએને લીધે વૈઘમહાશયને બે ગુહિલવશેની કલ્પના કરવી પડી છે. (પુ. ૨. પૃ. ૪૪૪). અધ્યાના સૂર્યવંશી છેલ્લા રાજા સુમિત્રનું રાજય મગધના નંદરાજાએ લઈ લીધું, ત્યારથી તે વંશના રાજયનો અંત આવ્યો હતો, એમ સઘળાં પુરાણ કહે છે. છતાં રાયસાગરના લેખમાં કહેવામાં આવ્યું છે કે-સુમિત્ર પછી તેના ૧૧ વંશજોએ અધ્યામાં રાજય કર્યું, છેલ્લે રાજા વિજયાદિત્ય દક્ષિણમાં ગયે, અને તેના ચૌદ વંશજોએ ત્યાં રાજય કર્યું, તેને છેલ્લો રાજા ગુહાદિત્ય હતો અને તેના પુત્ર બપે ચિતોડનું રાજય જીતી લીધું. તેવી જ કલ્પના ચાલુક્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com