________________
૨૦ : મેવાડના ગુહિલે ચલાવનાર પાસેથી રાખી શકાય નહિ. વલભીની દંતકથા તથા રાયસાગરના લેખની વંશાવલિ–એ ઉભય ઉપર તેઓ વિશ્વાસ રાખી શકતા નથી. કદાચ રાખતા હોય તો પણ તે કથામાં કહેવામાં આવે છે, તેમ વલભીવંશના છેલ્લા રાજા શિલાદિત્ય મરાયા પછી, તેની વિધવાને જન્મેલ પુત્રને આનંદપુરના બ્રાહ્મણે ઉછેર્યો, અને તેણે ઈડરનું રાજ્ય મેળવ્યું, તેને તો કેવળ ત્યાગ કરે છે; તેને બદલે તે વંશના છઠ્ઠા રાજા ગુહસેને અથવા તેના ફટાયા પુત્રે આગ્રા સુધી પ્રદેશ જીતી લઈ, ત્યાં રાજ્ય જમાવ્યું અને ગુહસેન ઉપરથી તેના વંશનું ગુહિલ નામ પડ્યું, એવી નિરધિષ્ઠાન કલ્પના કરે છે. વળી તે જ ગુહસેનને ધ્યાના છેલ્લા સૂર્યવંશી રાજાના ચૌદમા વંશજ ગુહાદિત્ય સાથે મેળવી દે છે! વસ્તુતઃ વલભીવંશના કેઈ પણ રાજાને ગુહિલવંશ સાથે કંઈ પણ સંબંધ હતો, તેવું બતાવનાર એક પણ પ્રમાણ પ્રાપ્ત થયું નથી. વલભીપુરમાં ગુહસેન પછી તેના પંદર વંશજોએ રાજય કર્યું છે, તેઓને તો કદી પણ ગુહિલ કહેવામાં આવ્યા નથી. ગુહસેને કે તેના ફટાયાએ આગ્રા સુધી રાજય જમાવ્યાની કંઈ પણ હકીકત વલભીના કેઈ પણ તામ્રપત્રમાંથી પ્રાપ્ત થતી નથી. આગ્રાની સીમમાં બે હજાર ગુહિલનામાંકિત સિક્કાઓ પ્રાપ્ત થયા હય, તે ઉપરથી ગુહિલોનું ત્યાં રાજય હોવાનો સંભવ નથી. જયપુરની પાસે આવેલ ચાટસુના શિલાલેખથી જણાય છે કે – ગુહદત્તથી અગિયારમી પેઢીએ થઈ ગયેલ ભતૃભટ્ટના વંશજોએ ત્યાં રાજય જમાવ્યું હતું, અને તે રાજાઓમાં બે રાજાઓનાં નામે ગુહિલ હતાં. તેઓના સમયમાં આગ્રાને કોઈ નિવાસી ચાટસુમાં આવી પુષ્કળ ધન કમાયા હોય, ત્યાર પછી તેણે પિતાના ગામમાં જઈ તે ધન દાટયું હોય, અને તે ધન હાલમાં હાથ આવ્યું હોય તો તે પણ સંભવ છે. ગુહસેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com