________________
૧૮ : મેવાડના ગુહિલે ઓએ ગુહિલકુલને રઘુકુલ કહ્યું છે, તે સત્ય છે, પરંતુ તે હકીકત રાજા શક્તિકુમાર કે તેનો કવિ સત્ય માનતા ન હતા, તેથી જ આટપુરના શિલાલેખમાં તેઓએ તે હકીકત દાખલ કરી નથી; ઉલટું, મૂલ પુરુષને બ્રાહ્મણે કહ્યા છે. ત્યાર પછીના લેખથી પણ તે વચનને પુષ્ટિ મળે છે. તે હકીકત સત્ય મનાતી હોત તો તે પહેલાં એટલે નરવાહનના પિતા અલટના વિ. સં. ૧૦૧૦ના લેખમાં, અલ્લટના પિતા ભર્તૃભટ્ટના વિ. સં. ૧૦૦૦ તથા વિ. સં. ૯૯ના લેખમાં, ભર્તૃભટ્ટથી છઠ્ઠી પેઢીએ થઈ ગયેલ તેના પૂર્વજ અપરાજિતના વિ. સ. ૭૧૮ના લેખમાં, તેમ જ તેના પિતા શિલાદિત્યના વિ. સં. હ૦૩ના લેખમાં તે હકીકત કેમ લખવામાં આવી નથી ? (“રાજપૂતાને કા ઇતિહાસ” પૃ. ૪૦૨ – ૪૦૩ તથા ૪૨૪-૪૩૦ ) અલબત્ત, લેખમાં હકીકતનો અભાવ, તે નિર્ણાયક પ્રમાણ નથી. પરંતુ આ પ્રસંગમાં તો રઘુકુલની હકીકત તે તે રાજાઓની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે તેવી છે. તેવી મહત્ત્વની હકીકત એટલા બધા રાજાએ પિતાના લેખમાં ન લખાવે, ત્યારે તે હકીકતની વિરુદ્ધ અનુમાન જ થઈ શકે. વસ્તુતઃ એમ કહેવું પડે છે કે – નરવાહનના નાથસાધુઓની ઉકિત તે કેવલ ચાક્તિ જ છે.
(૩) નરવાહનના નાથ મંદિરના શિલાલેખમાં બમ્પને "ત્રિમનરેન્દ્ર કહે છે. વિદ્વદ્વર્ય વૈદ્યમહાશય તેનો અર્થ ગુહિલવંશને ચંદ્રગુહિલવંશનો સ્થાપક ગુહિલવંશને મૂ લપુરુષ કહે છે. વાસ્તવિક રીતે તેને સરલ અર્થ તો “ગુહિલવંશના રાજાઓમાં ચંદ્રરૂપ” એ જ થઈ શકે છે. તે લેખમાં શરૂઆત બપથી કરી છે, તેથી પણ બમ્પ જ ગુહિલવંશને મૂલા પુરુષ હતો, એમ તેઓશ્રીનું કહેવું છે. નાથસાધુઓના પૂર્વા
૧૮. Bhavnagar Inscriptions, p. 70.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com