________________
મેવાડના ગુહિલે ? ૧૭ ધ્યાને રાજવંશજ ગુહાદિત્ય, તથા તે ગુહાદિત્ય-વલ્લભીવંશનો છઠ્ઠો રાજા ગુહસેન, એવાં બીજાં ત્રણ સમીકરણો વૈઘમહાશય સિદ્ધ કરે છે, (પુ. ૨. પૃ. ૮૫-૮૮ તથા ૩૩૩-૩૪૧).
(૬) આટપુર તથા ત્યાર પછીના જે શિલાલેખોમાં ગુહિલાના મૂલ પુરુષને બ્રાહ્મણ કહ્યા છે, તેઓનું અસત્ય સિદ્ધ કરવાના સમર્થનમાં, તેઓશ્રી, ચાલુક્ય, પરમાર અને પ્રતિહારના તેવા જ પ્રકારના શિલાલેખોનાં દષ્ટાંત આપે છે. (પુ. ૮૬-૮૭ તથા ૩૩૩-૩૩પ).
હવે આપણે તે તે કારણોનું કમશઃ પરીક્ષણ કરીએ.
(૧) નરવાહન રાજાના સમયને નાથ મંદિરના શિલાલેખ વિ. સં. ૧૦૨૮ને અને શક્તિકુમારને આટપુરને શિલાલેખ ત્યાર પછી છ વર્ષ પાછળનો એટલે વિ. સં. ૧૦૩૪નો છે. શક્તિકુમાર તે સમયે આટપુરમાં રાજ્ય કરતો હતો, અને તેણે પોતાના ગુરુ નાગિસ્વામીને એક દેવાલય બંધાવી આપ્યું હતું. તેથી વિ. સં. ૧૦૩૪માં તેનું વય પચીસ વર્ષનું ગણીએ તે નાથમંદિરનો શિલાલેખ લખાયે, તે સમયે તેનું વય ઓગણીશ વર્ષનું હોવું જોઈએ; અર્થાત્ તે સમયે તે અને તેને લેખ લેખક કવિ હાજર હોવા જોઈએ. નાથસાધુએ તે લેખમાં લખેલી હકીકત સત્ય હેત અથવા સત્ય મનાતી હતી તે તેના જે સમર્થ રાજા પોતાના કુલને ગૌરવ આપનારી હકીકત પોતાના લેખમાં લખાળ્યા વિના રહ્યા હતા નહિ. છ વર્ષના અંતરમાં વિસ્મરણ થવાને પણ સંભવ નથી. તેથી સ્પષ્ટ અનુમાન થાય છે કે નાથસાધુઓએ તે લેખમાં લખેલી હકીકત કેવલ પિતાને અભય આપનારા રાજાની પ્રતિષ્ઠા વધારવાના હેતુથી લખી હતી. તે કારણથી તે લેખ ઉપર બિલકુલ આધાર રાખી શકાય નહિ.
(૨) નરવાહન રાજાના નાથ મંદિરમાં તે મંદિરના સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com