________________
મેવાડના ગુહિલે ઃ ૧૧ એઝાશ્રીએ તેમ મહાશયે જાનનને ગિટાર્થ આનંદ આપનાર એ સ્વીકારી ગુહદત્તના વિપ્રત્વને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ રાજા સમરસિંહ, મહારાણા કુંભ અને રાણું રાયમલજીના લેખોમાં ગુહદત્તના વંશજ અપરાવલને સ્પષ્ટ રીતે વિપ્ર, દ્વિજ અને દ્વિજર્ય કહેલ છે; તેમજ મહારાણા કુંભના લેખમાં ગુહદત્તના પૂર્વજ વિજયાદિત્યને નાગરકુલમંડન કહ્યું છે, તેનું તેઓ સંતોષકારક રીતે સમાધાન કરી શકયા નથી. વસ્તુતઃ ગુહદત્તનો પૂર્વજ વિજયાદિત્ય વડનગરા નાગર હતો અને આનંદપુર એટલે વડનગરમાંથી નીકળી બીજે સ્થળે વચ્ચે હતો, તે સ્પષ્ટ ઉલ્લેખ મહારાણા કુંભના એકલિંગમાહાસ્ય નામના ગ્રંથમાં કરેલ છે. તેથી જ પ્રસ્તુત લેકમાં ગુહદત્તને આનંદપુરથી નીકળી આવેલ વિપ્રના કુલમાં ઉત્પન્ન થયેલ તેમ જ પતે રાજ્યકર્તા છતાં બ્રાહ્મણ રહેલો, એમ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. તે તે લેખોનું સવિસ્તર વિવેચન હવે પછી કરવામાં આવશે. અહીં તે વિદ્વદ્વર્ય વૈદ્યમહાશયે જે દલીલ રજુ કરી છે, તેના સંબંધમાં તે તે લેખેનાં વચનનો જ વિચાર કરે, તે જ વધારે ગ્ય જણાય છે. વૈદ્યમહાશયે તે વિષે કરેલી ચર્ચામાંથી નીચે પ્રમાણે દલીલો જોવામાં આવે છેઃ ૧. આ સ્થળે આનંદપુર એટલે વડનગર નહિ, પણ ઉદયપુરથી ૧૩
માઈલ દૂર આવેલ નાગહદ અથવા નાગડા ગામ છે, તે સમજવાનું છે. કારણ કે સમરસિંહ રાજાના ચિતડની રસિયારાજની છત્રીના શિલાલેખમાં નાગહંદને આનંદપુર કહેલ છે. (વૈદ્યકૃત ‘હિંદુસ્તાનને મધ્યકાલીન ઇતિહાસ.' પૃ. ૮૫ તથા ૩૩૮). ૨. વિજ્ઞાનને અર્થ વિપ્ર થતા નથી, પરંતુ વિપ્રકુલને આનંદ
આપનાર થાય છે; તેમ જ મરીને અર્થ બ્રાહ્મણ થતો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com