________________
૧૦ : મેવાડના ગુહિલે તેઓ બનેથી જૂદા પડે છે. હું તે લેખના પ્રાચીનપણું સિવાય તેનું પ્રામાણ્ય સ્વીકારવાનું એક બીજું મહત્વયુક્ત કારણ છે. તેજ વંશમાં થઈ ગયેલા પ્રકાંડ પ્રતાપી અને વિવિધવિદ્યાવિશારદ કુંભારાણુને જયારે પિતાના વંશની વંશાવલિનું તેમજ ઉત્પત્તિના ઈતિહાસનું સંશોધન કરવાની જરૂર પડી હતી, ત્યારે તેઓએ પણ આ આટપુરના શિલાલેખ ઉપર આધાર રાખી, પિતાના લેખમાં તેનું પ્રમાણ આપ્યું છે. તે ઉપરથી આ લેખની ઉપયોગિતા અને યથાર્થતા સ્વતઃ સિદ્ધ થાય છે. તે લેખને પ્રથમ લેક નીચે પ્રમાણે છે.
आनन्दपुरावनिर्गतः विप्रकुलानन्दनो महीदेवः ।
जयति श्रीगुह्रदत्तः प्रभवः श्री गुहिलवंशस्य ॥ આનંદપુરથી નીકળી આવેલા વિપ્રના કુલમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ ગુહદત્ત જય પામે છે. તે ગુહદત્ત ગુહિલ વંશને મૂલ પુરુષ હતો.” ઉપરના કલેકને વાસ્તવિક રીતે તેજ અર્થ થાય છે. કર્નલ ટોડે તેમજ ગુજરાતી ભાષાંતરકારે તેવો જ અર્થ કર્યો છે. છતાં સ્વમત સ્થાપન કરવાની ઉત્કટ ઈચ્છાને લીધે, વિદ્વદ્વર્ય ઓઝાશ્રીને વિપુષ્ઠાનન્દન –એ પદને અર્થ ફેરવવાની જરૂર પડી છે. વિદ્વદ્વર્ય વૈદ્યમહાશયને તે તદુપરાંત માનપુર તેમજ-મદીવ-એ બને પદોના અર્થો ફેરવવાનું ઉચિત લાગ્યું છે. (ક) વિધય વૈઘમહાશયે ઉપસ્થિત કરેલી ચર્ચાની મીમાંસા
વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ વિપ્રવૃાનન્દનને રૂઢાર્થ છોડી દઈ, યૌગિકાર્ય ગ્રહણ કર્યો છે, (“રાજપૂતાને કા ઇતિહાસ” પૃ.૩૭૮). વસ્તુતઃ માનવ્ન શબ્દ નન્દનના અર્થમાં અહીં વપરાયે છે; તેને રૂઢાર્થ પુત્ર અથવા “ઉત્પન્ન થયેલે” એવો અહીં થાય છે. છતાં 13. History of Mediaeval Hindu India, Vol. II. pp. 342-8.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com