________________
મેવાડના ગુહિલો : ૯
કુમારના સમયને વિ. સ. ૧૦૩૪ એટલે ઈ. સ. ૧૭૭ની સાલને એક શિલાલેખ કર્નલ ટોડને પ્રાપ્ત થયે હતો. ૧૧ તે લેખના અંતિમ ભાગમાં, આટપુર નગરી શક્તિકુમારની રાજધાની હતી, અને તે બહુ સમૃદ્ધિશાલી થઈ હતી, એમ લખ્યું છે.
પૃથ્વીરાજ વિજયના પાંચમાં સર્ગમાં પણ કહેવામાં આવ્યું છે કે, શકિતકુમારને પુત્ર અંબાપ્રસાદરાજા પણ તે નગરીમાં રાજ્ય કરતા હતા. તે ઉપરથી જણાય છે કે ઈ. સ. ના ૯ મા અને ૧૦ મા સૈકામાં મેવાડના ગુહિલ રાજાઓએ ચિતોડથી રાજધાની ફેરવી આટપુરમાં કરી હતી. તે લેખના આરંભમાં સંત १०३४ वैशाखशुक्लप्रतिपदातिथौ श्री नानिगस्वाप्निदेवायतनंकारापितं । मेरो “શ્રી નાનિગ સ્વામીને દેવાલય બંધાવી આપ્યું,” એમ લખ્યું છે, નાનિગ સ્વામી શક્તિકુમારના ગુરુ હશે, અને તેથી તેણે તેઓને દેવાલય બંધાવી આપ્યું હશે. તે લેખમાં ગુહિલવંશના
લ પુરુષથી શક્તિકુમાર સુધી વંશાવલિ આપી છે. તે વંશાવલિ રાજા શકિતકુમારે પોતે તૈયાર કરાવીને પ્રસ્તુત લેખમાં કોતરાવી હશે. વિદ્વદ્વર્ય એઝાશ્રીએ તેમજ કર્નલ ટોડે ગુહિલ રાજાઓની વંશાવલિના સંબંધમાં આ લેખ ઉપર જ મુખ્ય આધાર રાખે છે, ત્યારે હિંદુસ્તાનના મધ્યકાલીન ઈતિહાસના રચનાર વિદ્વર્ય વૈદ્ય મહાશય, તે બાબતમાં પણ
૧૧. Indian Antignary of 1910, Vol. 89. p. 101 તથા History of Mediaeval India, by C. V. Vaidya, Vol, 11. p, 801. તથા ટોડ રાજસ્થાનનો ઈતિહાસ ( સસ્તું સાહિત્યવર્ધક મંડળનું ગુજ. રાતી ભાષાંતર) ભાગ ૧, પૃ. ૬૦૫. १२. अम्बाप्रसाढमाघाटपति यः सेनान्वितम् । व्यसजद्यशसः पश्चात् पाश्व दक्षिणादिक्षतेः ॥
પૃથ્વીરાજવિજયઃ સર્ગ પ. www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat