________________
૧૨ ઃ મેવાડના ગુહિલો.
પરંતુ રાજા થાય છે, કારણ કે ઇ. સ. ૧૦૨૮ના નરવાહન રાજાના સમયના શિલાલેખમાં બમ્પ રાજાને ગુfહોત્રનરેન્દ્ર તથા ક્ષિતિપતિઃ કહ્યો છે, તેમ જ તેના વંશને રઘુવંરા કહ્યો છે, (પૃ. ૮૫, ૩૩૩). તે સિવાય બપ રાજાની સુવર્ણમુદ્રા ઉપર સૂર્યનું ચિહ્ન છે, તે તેમનું સૂર્યકુલસૂચક છે. નરવાહન રાજન લેખ રાજા શક્તિકુમારથી પણ પહેલાંનો છે, માટે તે
વધારે વિશ્વસનીય છે, (પૃ. ૮૮ તથા પૃ. ૩૩૩). ૩. બમ્પરાજા આનંદપુરને વિપ્ર હતો, એમ તકરાર ખાતર કબુલ
કરીએ, તે પણ તે ઉપરથી તે વડનગરને નાગર હતા, એમ તો કદિ પણ સિદ્ધ થતું નથી. તે સમયે વડનગરમાં નાગરબ્રાહ્મણ સિવાય બીજા બ્રાહ્મણોની વસતિ ન હતી ? (પૃ. ૮૯) સમરસિંહ રાજાને ચિતોડના રસિયારાજની છત્રીને લેખ તથા આબુ ઉપર અચલેશ્વર મહાદેવના મંદિરને લેખ,-એ બંને લેખોની પ્રશસ્તિ નાગરબ્રાહ્મણ વેદશર્માએ રચી છે. જે ગુહદત્ત વડનગરને નાગર હોવાનું તેના જાણવામાં હેત તે તેને તેમ કહ્યા વિના રહ્યા હતા નહિ. તેણે તો તેને વિપ્ર જ કહ્યો છે. (પૃ.૮૫) અર્થાત તેઓની આખી ચર્ચાને સાર ઉપર્યુકત ચાર દલીલેમાં સમાઈ જાય છે. તેઓએ સમરસિંહ રાજાના તથા નરવાહન રાજાના શિલાલેખેના તેમજ બ૫ રાજાના સિક્કાના જે આધારે આપ્યા છે, તે વિષે તે હવે પછી સવિસ્તર વિવેચન કરવામાં આવશે. અહીં તે તેઓની દલીલોને સંબંધ ધરાવતાં તે તે લેખોનાં વચનોને જ ઊહાપોહ કરવામાં આવશે.
(ખ) આનંદપુર એટલે નાગહૃદ કે વડનગર ૧. આનંદપુર એટલે વડનગર નહિ, પણ નાગહ્દ અથવા નાગડા છે, એમ તેઓની પહેલી દલીલ છે. તેના ટેકામાં તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com