________________
૧૧૨ : મેવાડના ગુહિલ કારક પરિહાર થઈ શકે નહિ. છતાં પ્રોફેસર દેવદત્ત ભાંડારકર કહે છે તેમ વિદેશી વિધર્મીઓનાં ટેળેટેળાં ઉતરી આવ્યાં, અને હિંદુ સમાજે તેઓને શિરોમણિ બનાવ્યાં, તે કદી માની શકાય તેમ નથી. તે કાળે હિંદુસમાજના કડકેકડકા થઈ ભિન્ન ભિન્ન વાડાઓ બંધાઈ ગયા હતા, તેમાંથી નિર્ગમન જેટલું દુષ્કર હતું, તે કરતાં તેમાં પ્રવેશ દુષ્કરતર હતું. પરંતુ તે નવીન રાજકુલો બ્રાહ્મણે હાય, તે તેઓની પ્રતિ અરૂચિ કે અનાદર રાખવાનું શું કારણ છે? ચીનાઈ પ્રવાસી હ્યુએનસંગે પોતાના યાત્રાના વર્ણનમાં મુખ્ય મુખ્ય સીતેર રાજ્યનું વર્ણન કર્યું છે; તેમાં કેટલાંક રાજ્યના રાજાઓ ક્ષત્રિય, કેટલાક વૈશ્ય અને કેટલાક શૂદ્ર હેવાનું પણ લખ્યું છે. સિંધ, બુદેલખંડ, ઉજ્જયિની, ગ્વાલિયર, પૂર્વબંગાલ અને આસામના રાજાઓ બ્રાહ્મણ હતા.૨૬ બ્રાહ્મણોને ધર્મશાશ્વે શસ્ત્રગ્રહણ કરવાનો અધિકાર આપે નથી, માત્ર તપશ્ચર્યા કરવાને અધિકાર આપ્યો છે, તે સત્ય છે. પરંતુ પરશુરામ, દ્રોણાચાર્ય વગેરે બ્રહ્મવીરેએ જ્યારે જ્યારે શસ્ત્ર ધારણ કર્યા હતાં, ત્યારે ત્યારે ક્ષત્રિયોને પણ “ત્રાહિ ત્રાહિ” પોકરાવી હતી, એવાં દૃષ્ટાતની ખેટ નથી. ગમે તેમ હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિમાં જનરૂચિની દષ્ટિનું સાંકર્ય કરવું, તે યથાર્થ વાદી ઐતિહાસકેનું દૂષણ છે, એમ જ કહી શકાય. અથવા ઈસુ ખ્રિસ્તના આ વીશમા સિકામાં જ્યારે જ્ઞાતિસંસ્થાઓ દ્રાવકપાત્રમાં ફેંકાઈ ગઈ છે, તેઓને ગાળી એકરસ કરવાને પ્રચંડ અગ્નિ ભભૂકી રહ્યો છે, તેવા યુગમાં બ્રાહ્મણ ક્ષત્રિયની ચર્ચા જ અસ્થાને છે. આજે યુરપઅમેરિકા જેવા બલવાન દેશની નીતિરીતિનું અનુકરણ કરવામાં જ જીવન સાર્થકય મનાતું હોય,
25. Histery of Mediaeval Hindu India, Vol, I, pp. 48-57, and Watters yuan Chitang, Vol. I, p. 170 & Vol. II. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com