________________
મેવાડના ગુહિલ : ૧૧૩
શસ્ત્ર ધારણ કરવાં એ તે પ્રત્યેક પુરૂષની ફરજ છે, એમ સમજવામાં આવતું હોય, કદાચ તે દેશની જેમ ફરજીયાત લશકરી કેળવણીને કાયદે પ્રસાર પણ કરવામાં આવે, તેવા યુગમાં ગુહિલો કે ચૌહાણે, પ્રતિહારો કે પરમારે બ્રાહ્મણ હતા કે નહિ, તેવા વિવાદને હસી કાઢવામાં આવે છે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.
ઈ. સ. ના સાતમા આઠમા સિકામાં જેમ દેશ ઉપર વિકરાળ વાદળ ચઢી આવ્યું હતું તેમ તેથી જુદી પણ તેથી વધારે વિષમ અવસ્થામાં આજે આખા દેશ પસાર થાય છે! દેશનું ભાવી પારખી, તેના યોગ્ય ઉપાયો સાધી શકે, તેવા દીર્ઘદર્શી તપસ્વીઓની દેશને પૂરી જરૂર છે. પ્રભુ તેવા દીર્ઘદર્શી તપસ્વીએને ઉત્પન્ન કરે અને દેશની પુનઃ રક્ષા કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com