________________
મેવાડના ગુહિલે : ૧૧૧ કેઈને રાજ્ય સ્થાપવાને, ઉથાપવાને કે ચલાવવાને અધિકાર જ નથી; જનતાની તેવી મનોદશા તે કાલમાં ઘડાઈ ગઈ હતી. ક્ષત્રિય ક્ષત્રિય સાથે જ લગ્ન સંબંધ છેડી શકે, તેવાં જ્ઞાતિસંસ્થાનાં બંધને બંધાયાં હતાં. હારીતરાશિએ તેવી વિષમ સ્થિતિને એક જ પ્રહારે અંત આ. રામચંદ્રજીએ જેમ પરશુરામમાંથી ઐશ્વર્ય આકષી લીધું હતું, તેવી રીતે હારીતરાશિએ બમ્પમાંથી બ્રહ્મત્વ આકરી લીધું અને ક્ષત્રિયત્ન આપ્યું; ગુહિલકુલને રઘુકુલ સાથે જોડી દીધું. ઈતર પાશુપતાચાર્યોએ પણ હારીતરાશિનું અનુકરણ કર્યું. છતાં જનતાને કેણ, જીતી શક્યું છે? નવીન બ્રાહ્મણ રાજકુનું બ્રાહ્મણત્વ જનતાના મરણપટ ઉપરથી એકદમ શી રીતે ભુંસાઈ જાય ? શાસ્ત્રનું તેમજ જનતાનું ઉભયનું સમાધાન કરે તેવા વેદમૂર્તિ શાસ્ત્રીઓ આગળ આવ્યા. તેઓએ સૂર્યચંકુલ સાથે બેસી શકે, તેવા અગ્નિકુલની કલ્પના ઉપજાવી કાઢી, અને તેમાં નવીન બ્રાહ્મણરાજકુલોનું બ્રહ્મત્વ સંતાડી દીધું.
એ રીતે હારીતરાશિએ આરંભેલા મહાન સત્રને તેઓના અનુયાયીઓએ પૂર્ણ કર્યો. તે સમયે તે તેઓના મનોરથ ફલીભૂત થયા. સિંધના આરબને સિંધની જ મર્યાદામાં ભરાઈ રહેવું પડયું. ત્રણસેં વર્ષો સુધી દેશ સ્વેચ્છના ત્રાસથી મુક્ત રહી શક્યો. ત્યાર પછી મુસલમાને એકદમ ફાવી ગયા, તે લકુલીશ સાધુએએ તૈયાર કરેલા નવીન ક્ષત્રિયોના નિઃસત્ત્વપણાનું પરિણામ ન હતું, પરંતુ તેઓનું અતિસત્વ જ મુખ્ય કારણ હતું અતિસવ હોવાને લીધે જ તેઓ પરસ્પર લડીને નિસત્વ થઈ ગયા, અને તેમ થવાથી જ મુસલમાને પ્રમાણમાં સ્વલ્પ ભેગો આપીને, આખા હિંદુસ્થાનના ધણી થઈ શક્યા. ચાલુક્ય, ગુજજરે, ચાહમાને, લચુરીઓ વગેરે નામે જ એવાં છે કે તેને સંતેષShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com