________________
૧૦૮ઃ મેવાડના ગુહિલે ઉપદેશેલે બૌદ્ધ ધર્મ પણ કેવલ વિકૃત થઈ ગયું હતું. દક્ષિણના દ્રાવિડે અથવા અનાર્યોની સંગતિથી બૌદ્ધ ભિક્ષુઓ તાંત્રિક ઉપાસનાના છંદમાં પડી ગયા હતા. વૈદિક ધર્મને યાજ્ઞિક હિંસાથી તેઓએ વિશુદ્ધ કર્યો તેની સાથે જ તાંત્રિક ઉપાસનાની ભીષણ જાળમાં વૈદિક ધર્મને સપડાવી દીધે. સેમસંસ્થાના યજ્ઞોમાં હેમાતાં પશુઓને અભય આપ્યું, તે સાથે જ દેવદેવીઓની વેદીઓ પાસે તેઓનાં મસ્તકે કપાવા લાગ્યાં. હર્ષચરિત (પૃ. ૧૬૧-૬) માં બાણ કવિએ ખેંચ્યું છે કે વધનવંશના મૂલ પુરૂષ પુષ્યભૂતિએ ઈ. સ. પર૫ની આસપાસના સમયમાં ભૈરવાચાર્ય દ્વારા અતિજુગુપિસત યજ્ઞ કરાવ્યા હતા, જેના પરિણામે આચાર્યને વિદ્યાધરની મેનિની અને યજમાનને થાણેશ્વરના રાજ્યની પ્રાપ્તિ થઈ હતી, (વૈદ્યકૃત હિંદુસ્થાનને મધ્યકાલીન ઈતિહાસ, પુ. ૧, પૃ. ૧૦૪). દિવસે દિવસે તાંત્રિક ઉપાસકેનું બળ વધતું જતું હતું. ઈ. સ. ૭૦૦ની આસપાસના રાજા થશેવર્માના રાજકવિ ભવભૂતિએ તેવા અઘોરપંથીઓની સમાજ ઉપર કેટલી બધી સત્તા જામી હતી, તેનું હૂબહૂ ચિત્ર માલતીમાધવ નાટકમાં ચિતર્યું છે. ર૧
તે સમયાન્તરમાં કુરૂ, પંચાલ અને મગધનાં ગુપ્ત, વર્ધન અને મૌખરીવંશનાં રાજ્યો લય પામ્યાં; તેની જગ્યાએ ગુહિલ, કલચુરી, ચડેલ, ગુર્જર, પ્રતિહાર, ચાહમાન, પરમાર, રાષ્ટ્રકૂટ, ચાલુકય વંશએ રજપુતાના,, બુદેલખંડ, મધ્યપ્રાંત, માલવા, ગુજરાત અને સારાષ્ટ્રમાં નાનાં મેટાં રાજ્ય જમાવ્યાં. પાશુપત
૨૧. મધ્યકાલીન ઐતિહાસિક યુગમાં હિંદુસ્થાનની રાજકીય તેમજ ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી, તેનું સવિસ્તર વિવેચન વિદ્વદય વિદ્યમહાશયે પોતાના History of Mediaeval Hindu India, vol. I, chap. 6-7, pp. 100-127માં કર્યું છે તે અવશ્ય પઠનીય અને મનનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com