________________
મેવાડના ગુહિલે ઃ ૧૦૭
- પપપ
પપપપપ -
તેવી રીતે કાને સંહાર કરી, તેના રાજા
જ્યને જે
માં ભિન્નમાલ (મારવાડ) ના પ્રતિહાર રાજા નાગભટ પહેલાએ તેઓને સખ્ત પરાભવ ન કર્યો હોત તે આરબે સિંધની પેઠે આખા રજપૂતાનાના ધણું થઈ પડ્યા હેત (પૃ. ૧૫૯). તેમ છતાં પણ તેઓનું જે બિલકુલ નરમ પડ્યું ન હતું. ઈ. સ. ૭૭૫માં તેઓએ જળમાર્ગે આવીને સૌરાષ્ટ્રમાં વલભીપુર જેવા વિશાળ સમૃદ્ધિશાલી નગર ઉપર ચઢાઈ કરી, તેના રાજા શીલાદિત્ય અને તેની અખિલ સેનાને સંહાર કર્યો, અને જાણે કીડા કરતા હોય નહિ, તેવી રીતે નગરને તેમજ અતિપ્રતિષ્ઠાશાલી રાજ્યને જોતજોતામાં નાશ કરી નાંખે. (વૈદ્ય કૃત મધ્યકાલીન ઈતિહાસ, પુ. ૧. પૃ. ૨૪૮). જ્યારે દેશમાં સર્વત્ર આ ગાઢ અંધકાર છવાઈ રહ્યા હતા. ત્યારે દેશના આવા ભયંકર ભાવિનું ભાન લકુલીશ અથવા પાશુપત સંપ્રદાયના તપસ્વીઓને થયું હતું. તે સંપ્રદાયની ઉત્પત્તિને ઇતિહાસ અદ્યાવધિ અંધકારાવછન્ન છે, તે પણ એટલું તે ચોક્કસ છે કે મહાભારતના કાળમાં પંચરાત્ર અને ભાગવત સંપ્રદાયની સાથે સાથે જ લકુલીશ સંપ્રદાયની કથા પણ શ્રવણગેચર થાય છે. તેઓની ઉત્પત્તિ પ્રથમ કાશ્મીરમાં હોવાને સંભવ છે. નેપાલના પશુપતીશ્વત્ની તેમજ ઉજજયિનીના મહાકાલેશ્વરની ખ્યાતિ પણ તેટલી જ પુરાણ મનાય છે. છતાં હિંદુસમાજ ઉપર તેઓને સચોટ અધિકાર તે બૌદ્ધ ધર્મના અવનતિકાળથી શરૂ થાય છે, એમ અનુમાન થઈ શકે છે. ઈ. સ. પૂર્વે ૧૮૪ માં મૌર્યરાજ્યના વિનાશ સાથે જ બૌદ્ધધર્મનું બળ શિથિલ થઈ ગયું હતું. ઉત્તરોત્તર શુંગવંશના, કાવાયનવંશના અને ગુપ્તવંશના રાજા
એ વૈદિક ધર્મને પુનરુદ્ધાર કર્યો હતો. છતાં બુદ્ધે તથા તેના અનુયાયી સમ્રા અશોકે વૈદિક ધર્મ ઉપર જે પ્રહાર કર્યા હતા, તે કદી રૂઝાવા પામ્યા નથી. તેમ છતાં બુદ્ધ સ્થાપેલે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com