________________
૧૦૬ : મેવાડના ગુહિલેા
યાના બે ભાગ એ નીતિ પ્રવર્તતી રહી. તેવા અંધકારના સમયમાં એટલે ઇ. સ. ૭૧૨માં આરબ સરદાર મહમદ કાસીમે આખા સિધ દેશ જીતી લઇ, ત્યાં મુસલમાન રાજ્ય જમાવ્યું,
એટલુ જ નહિ પણ હિંદુ ધર્મના સમૂલ ઉચ્છેદ થાય, તેવી રાજનીતિ ચલાવી. તેવા સમયમાં કેઇ ખલવાન રાજા કે જાગીરદાર પેાતાના નિર્મલ પાડોશીઓને સ્વાહા કરી જાય, તેમાં કઇ આશ્ચય જેવું નથી. સમ્રાટ્ હર્ષવર્ધનના અંગત નિયામક પ્રભાવ અસ્ત થતાંની સાથે જ સઘળાં જૂનાં રાજ્યેા ખરતા તારાઓની પેઠે ખરી પડવા લાગ્યાં. તેની જગ્યાએ અનેક નવાં નવાં રાજ્યા ઉભરાવા લાગ્યાં. આવા સર્વવ્યાપી વિપ્લવના કાળમાં જ્યાં એકબીજા પરસ્પર તેા પીસતા હેાય ત્યાં દેશની બહાર શી ઉથલપાથલ થઈ રહી છે, તેનુ કેને ભાન હાય ? સિ ંધમાં મુસલમાનાએ ક્રૂરતા વાપરવામાં જુલમ કરવામાં કે ત્રાસ આપવામાં ખામી રાખી ન હતી. ઉત્તરમાં પંજાબના કેટલેાક ભાગ જીતી લઇ તે સમયના કાશીધામ જેવા સૂર્યનારાયણના ક્ષેત્રરૂપ મુલતાન નગરમાં તેઓએ રાજધાની કરી હતી; હિંદુધર્મ, હિંદુ સમાજ, હિંદુજાનમાલ, હિંદુપ્રતિષ્ઠા અને આખા હિંદુસ્થાન સંપૂર્ણ ભયમાં આવી પડચેા હતે.. નવસારીમાંથી પ્રાપ્ત થયેલ ચાલુકચવ’શના સામતરાજા પુલકેશીના ઇ. સ. ૭૩૯ના દાનપત્ર ઉપરથી જણાય છે કે તે સમય સુધીમાં આરા મારવાડ ગુજરાત તથા સારાષ્ટ્ર દેશ ઉપર આક્રમણા કરી, છેક નવસારી સુધી પહાચ્યા હતા, અને ત્યાંથી પુલકેશીએ તેના પરાભવ કરી પાછા કાઢયા હતા. (પૃ. ૨૫૫–૬): છતાં ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજાએ તેએથી છેક દખાઈ ગયા હતા, અને તેઓને મદદ કરતા હતા. પરંતુ ભિન્નમાલના ચાવડાવશી રાજાએ સામે થયા, ત્યારે તેઓને તેઓએ નાશ કર્યાં હતા ( પૃ ૧૪૬), ઇ. સ. ૭૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com