________________
મેવાડના ગુહિલે ઃ ૧૦૫
૬૬૧ની સાલના નાગફુદ પાસે આવેલ કુંડલેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખથી જણાય છે કે અપરાજિત બહુ પરાક્રમી હતા અને તેણે પોતાના રાજ્યની સીમા નાગહદ સુધી વિસ્તારી હતી. (પૃ. ૪૦૩-૪). તે જ પ્રમાણે અપરાજિતના પિતા શીલાદિત્યના સમયને–ઈ. સ. ૬૪૬ વિ. સં. ૭૦૩નો–એક શિલાલેખ શિરેડી ગામ પાસે આવેલ સાવલી ગામમાંથી મળી આવ્યું છે. તેમ જ તેને એક સિક્કો પણ પ્રાપ્ત થાય છે તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે શીલાદિત્યે શિરેડીની આસપાસના પ્રદેશ ઉપર રાજ્ય મેળવ્યું હશે. ગુહદત્તથી ચાર પેઢીના તેના વંશ (ગુહદત્ત, ભેજ, મહેન્દ્ર ૧લો અને નાગ) સંબંધી કંઈ હકીકત મળી આવી નથી. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુહદત્ત અથવા તેની ચાર પેઢીના વંશજોનું રાજ્ય અથવા ગ્રાસ ઈડરની આસપાસના પ્રદેશમાં હશે. ત્યાંથી ઈ. સ. ૬૪૬માં શીલાદિત્યે પિતાના બાહુબળથી આસપાસના પાડોશી જાગીરદારને હરાવી તેઓને મુલક ખાલસે કર્યો હશે. કનાજના સમ્રા હર્ષવર્ધનનું મૃત્યુ તે ઈ. સ. ૬૪૮માં થયું છે. પરંતુ ઈ. સ. ૬૪૩માં ચિનાઈ યાત્રાળુ હ્યુયેનસંગને સંગ થયા પછી, તેનું ચિત્ત ધાર્મિક પ્રવૃત્તિઓમાં રેકાઈ રહ્યું હતું. તેથી કદાચ રજપૂતાનાના છેક છેલ્લા ખૂણા સુધી તેનું લક્ષ ન રહ્યું હોય, તે તે સભવિત છે. ઈ. સ. ૬૪૮માં હર્ષવર્ધન અપુત્ર ગુજરી ગયે, તેની પછી તેના સામ્રાજ્યની સંપૂર્ણ અવ્યવસ્થા થઈ ગઈ હતી, સામત રાજાઓ સ્વતંત્ર થઈ ગયા, સમાન બલવાળા પરસ્પર લડવા લાગ્યા હતા.
અર્થાત્ ઈ. સ. ૬૪૮થી ઇ. સ. ૮૧૦માં ભિન્નમાલના પ્રતિહાર રાજા નાગભટ બીજાએ કનાજનું રાજય જીતી લઈ પુનઃ સામ્રાજ્યની સ્થાપના કરી, ત્યાં સુધી આખા હિંદુસ્તાનમાં “બળિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે રહ્યું કે વાગ
. સામે
www.umaragyanbhandar.com