________________
૧૦૪ : મેવાડના ગુહિલે
આ સર્વે પ્રમાણોથી એટલું તે સિદ્ધ થઈ શકે છે કે આનંદપુરના નાગરે એટલે વડનગરના નાગરે આનંદપુરની આસપાસનાં ગામના જાગીરદાર હતા અને તેઓ વડનગરમાં રહેતા હતા. ગુહિલોનો મૂલપુરુષ વિજયાદિત્ય તેવો જ એક જાગીરદાર હવે જોઈએ. તેના વંશજ ગુહદત્ત ત્યાર પછી, દંતકથામાં કહેવામાં આવે છે તેમ, ઈડરનું રાજ્ય મેળવ્યું હોય, તે તે અનુમાન અસંભવિત નથી. કયા રાજાનું ઉપનામ બ૫ હતું, તે વિષય હજુ વિવાદગ્રસ્ત છે.
પરંતુ છેક વિ. સં. ૧૫૫૭ ઈ. સ. ૧૫૦૦માં જોધપુરના રાજ્યમાં આવેલ નારલાઈ ગામમાંથી મળી આવેલ આદિનાથ નામના જૈન મંદિરના શિલાલેખથી જણાય છે કે તે સમય સુધી, ગુહદત્ત અને બમ્પક બે જૂદા જૂદા રાજાઓ થઈ ગયા હતા, અને બપક ગુહદત્તની પછી થયે હતા (જુઓ પાછળ પૃ. ૪૮-૫૦), એવી માન્યતા પ્રચલિત હતી. અર્થાત્ બમ્પક ગુહદત્ત અથવા ગુહિલ પોતે કે તેના પિતા ન હતા, પરંતુ તેને વંશજ હતે. વિદ્વર્ય એઝાશ્રીએ તે વિષે સઘળાં પ્રમા
ને ઉહાપોહ કરી સિદ્ધ કર્યું છે કે ગુહદત્તથી આઠમી પેઢીએ કાલભેજ નામને રાજા થઈ ગયે, તે જ બમ્પ કહેવાતો હતે, તેને જન્મ ઈ. સ. ૭૧૨માં થયો હતો. ઈ. સ. ૭૩૪માં તેણે ચિતોડના મેરી રાજાને હરાવી, તેનું રાજ્ય લઈ લીધુ હતું. અને ઈ. સ. ૭૫૩માં તેણે રાજ્ય છેડી સન્યાસ ગ્રહણ કર્યો હતો, (પૃ. ૧૪૪), તે અનુમાન કેવળ વાસ્તવિક લાગે છે. બમ્પના પિતામહ અપરાજિતના સમયના વિ. સં. ૭૧૮ ઈ. સ.
૨૦. ગુહદત્તથી બમ્પ સુધીની વંશાવલિઃ ૧. ગુહદત્ત. ૨. ભેજ, ૩. મહેન્દ્ર પહેલે. ૪. નાગ, ૫. શીલાદિત્ય, ૬. અપરાજિત, ૭. મહેન્દ્ર બીજે, ૮, કાલભેજ ( ૫). ૯. ખુમાણું. (પૃ. ૫૨૧ )
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat