________________
મેવાડના ગુહિલે ઃ ૧૦૯
સંપ્રદાયના સાધુઓએ તે વંશેને તૈયાર કરવા બીડું ઝડપ્યું.
ચિતોડના ઈ. સ. ૧૨૭૪ ના તથા નરવાહનના નાથ મંદિરના ઈ. સ. ૯૭૧ના શિલાલેખોથી જણાય છે કે મેવાડમાં નામહદ પાસે આવેલ ત્રિકુટગિરિ ઉપર તપ કરતા હારીતરાશિ અને તેઓના શિષ્યએ તે કાર્યની શરૂ કરી.૨૨ જયપુર પાસે આવેલ હર્ષગિરિના ઈ. સ. ૭૩ના શિલાલેખમાં લખ્યા મુજબ વિશ્વરૂપ અને તેના શિષ્યએ ચૌહાણેને તૈયાર કરવાનું કામ ઉપાડી લીધું ૨૩ જબલપુર પાસે આવેલ બિલ્હારીના ઈ. સ. ૯૮૦ના લેખથી જણાય છે કે તે સમયે મધ્યપ્રાંતમાં ત્રિપુટી નગરી (અર્વાચીન જબલપુર) પાસે આવેલ કદંબવૃક્ષોના વનમાં રૂદ્ર શંભુ, અઘેર શિવ અને તેના શિષ્ય હૈહયેની પુરાતન ઉગ્રતા પુનઃ ઉદ્દીપ્ત કરવામાં રોકાયા હતા ૨૪ તેજ પ્રમાણે ગુજરાતના ચાલુક્યવંશી સારંગદેવના સમયની ઈ. સ. ૧૨૮૬ની સાલની સોમનાથપ્રશસ્તિ ઉપરથી પ્રતીત થાય છે કે સૌરાષ્ટ્રમાં છેક દક્ષિણ દિશાએ મહાસાગરના તટ ઉપર આવેલ પુરાતન સોમનાથ મહાદેવના મંદિરમાં તે જ સંપ્રદાયના તપસ્વીઓ કાર્તિય રાશિ, વાલ્મીરાશિ અને તેઓના શિષ્ય ગુજરાત સૌરાષ્ટ્રના રાજાઓમાં ક્ષત્રિયત્ન રેડવાને ઉદ્યોગ કર્યા કરતા હતા ૨૫ અર્થાત્ તે સમયમાં હિંદુસ્થાનને પશ્ચિમાર્ધ ભાગ પાશુપત સંપ્રદાયના સાધુઓની આજ્ઞામાં વર્તતે હતા. તેઓએ મેવાડમાં ત્રિકુટગિરિ ઉપર એકલિંગ મહાદેવની, જયપુર પાસે હર્ષગિરિ ઉપર હર્ષનાથની, જબલપુરના કદંબવનમાં વૈદ્યનાથ મહાદેવની સ્થાપના
22. Bhavnagar Inscriptions, pp. 72-74 and 69-72. ૨૩. પ્રાચીન લેખમાલા, પુ. ૨ પૃ ૧૯૨-૨૦૨ ૨૪. તે જ, પુ. ૨ પૃ. ૧૨૯-૧૪૦.
૨૫. તે જ, પુ. ૧ પૃ. ૧૮૯-૧૯૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com