________________
મેવાડના ગુહિલ : ૯૭ ઇશાનભટ્ટ મંડળેશ્વરનાં નામો જોવામાં આવે છે; તે ઉપરથી
ગુહિલની એક શાખા તે પ્રદેશમાં રાજ્ય કરતી હેવી જોઈએ. આ ત્રણે કારણેના સમાહારમાંથી વિદ્વર્ય ઓઝાશ્રી એવું અનુમાન ઉપજાવે છે કે ગુહદત્તના પૂર્વજો આથી જયપુર આવ્યા, ત્યાંથી અજમેર થઈને મેવાડમાં પેઠા. (પૃ.૪૦૦-૪૦૧).
૧. ગુહિલનામાંકિત સિક્કાઓ વિષે પાછળ (પૃ. પ-પ૮) વિવેચન કરવામાં આવ્યું છે. છતાં અહીંયાં વિશેષ એટલું જ વક્તવ્ય છે કે ચાટસુના લેખ મુજબ ગુહિલ નામના બે રાજાઓ થઈ ગયા છે. આગ્રાની સીમમાંથી મળી આવેલા સિક્કાઓ તે રાજાઓના શા માટે ન હોય? આગ્રાનો કોઈ નિવાસી ચાક્ષુ આવીને રહ્યા હોય, અને હાલ મળી આવેલ સિક્કાઓ તેણે સંગ્રહી રાખેલા ખજાનાનો ભાગ શા માટે ન હોય ? વસ્તુતઃ આગ્રા અને તેની આસપાસના પ્રદેશ કનોજથી અતિદ્દર ન હાવાથી, કનોજના રાજાઓના અથવા મગધ દેશના સમ્રાટેના તાબામાં જ હવે જોઈએ. ગુહદત ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં અને અને બમ્પ રાવલ ઈ. સ.ના આઠમા સૈકામાં થઈ ગયાનાં અનુમાન કરવામાં આવ્યાં છે. પરંતુ ઈ. સ.ના ચોથા સૈકામાં તે પ્રદેશ ઉપર મિત્રવંશી રાજાઓનું રાજ્ય હતું, એમ તે સમયના પ્રાપ્ત થયેલા સિક્કાઓ ઉપરથી જણાય છે. ઈ. સ. ૩૨૬-૩૬ માં મગધ દેશના સમ્રા સમુદ્રગુપ્ત તે વંશના રાજા અશ્રુતને હરાવી, તેનું રાજ્ય ખાલસે કર્યું હતું. ગુપ્ત વંશના અવનતિ કાલમાં કનોજમાં મૌખરીવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. ઈ. સ. ૬૧૨માં સમ્રાટ હર્ષવર્ધને પિતાની રાજધાની કનેજમાં
૯પ્રાચીન મુદ્રા. શાખાલદાસ વંદ્યાપાધ્યાયકૃત (બંગાળી) ૫, ૧૦૬-૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com