________________
૬ : મેવાડના ગુહિલ તેઓની ક્ષત્રિય જાતિમાં ગણના થઈ છે. છતાં શાસ્ત્રીય નિયમાનુસાર તેમ જ ઐતિહાસિક પરિપાટી પ્રમાણે તે અખિલ ગુહિલ વંશને પૌરવવંશની પેઠે બ્રહ્મક્ષત્ર વર્ગમાં પણ ગણી શકાય. તે સિવાય બીજે કંઈ પણ સાર પ્રાપ્ત થઈ શકતો. નથી.
| ( ક ) ગુહિલે ક્યાંથી આવ્યા? હવે માત્ર એક પ્રશ્નને ઊહાપોહ કરવાનું બાકી રહે છે. ગુહિલો ક્યાંથી આવ્યા ? તેઓનું મૂલ વતન કયાં હતું? તેઓના મૂલ પુરુષો પ્રથમ કયાં રાજ્ય કરતા હતા ? વિદ્વદ્વર્ય ઓઝાશ્રીએ તે વિષે બે જુદી જુદી કલ્પનાઓ કરી છે. પ્રથમ કલ્પના એ છે કે ગુહિલોના મૂલ પુરુષોનું રાજ્ય આગ્રાની આસપાસના પ્રદેશમાં હતું, ત્યાંથી જયપુર પાસે આવેલ ચાટસુ ગામ સુધી ફેલાયું. ત્યાંથી એક શાખા અજમેર સુધી આગળ વધી. તેને એક વંશજ ગુહદત્ત થયા. તેણે મેવાડમાં મુલક મેળવ્યું અને ત્યાં રાજ્ય જમાવ્યું છે “રાજપૂતાનેકા ઈતિહાસ પૃ. ૩૮૯). વિદ્વદ્વર્ય વૈદ્યમહાશય પણ લગભગ તેવો જ અભિપ્રાય ધરાવે છે. એઝાશ્રી પોતાની તે કલ્પનાના સમર્થનમાં નીચે પ્રમાણે ત્રણ કારણો આપે છે (૧) આગ્રામાંથી ગુહિલનામાંકિત ૨૦૦૦ રૂપાના સિકકાઓ પ્રાપ્ત થયા
છે. તેથી ગુહિલ નામના રાજાનું તે ભાગમાં રાજ્ય હોવું જોઈએ. ચાટસુના શિલાલેખથી જણાય છે કે – ગુહિલવંશની એક શાખા જયપુરની આસપાસના પ્રદેશમાં રાજ્ય કરતી હતી. તેથી
આગ્રેથી જયપુર સુધી તેઓનું રાજ્ય લંબાયું હોવું જોઈએ. (૩) અજમેર પાસે આવેલ નાસૂણ ગામમાંથી ઈ. સ. ૮૩૦ની સાલને
એક શિલાલેખ મળી આવ્યો છે, તેમાં ગુહિલવંશી ધનિક અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com