________________
૯૮ : મેવાડના ગુહિલેા
કરી હતી, ત્યાર પછી પણ માખરીવશના રાજાએ ત્યાં રાજ્ય
કરતા હતા.
ઇ. સ. ૮૧૦માં ભિન્નમાલના પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ માખરી રાજા પાસેથી કનેાજ પડાવી લીધું; અને મે સામ્રાજ્યની સ્થાપના કરી. અર્થાત્ ઇ. સ.ના છઠ્ઠાથી આઠમા સૈકાસુધીમાં અથવા તે પહેલાં આગ્રાની આસપાસના પ્રદેશ ઉપર ગુહિલાનું નાનું સરખું પણ રાજ્ય હેત તે તેના ઉલ્લેખ સમુદ્રગુપ્તના દિગ્વિજયવૃત્તાંતમાં અથવા હવનના દિગ્વિજય વૃત્તાંતમાં અથવા હ્યુમેનસંગના પ્રવાસવૃત્તાંતમાં થયા વિના રહ્યા હેાત નહિ. તે સમયાન્તરમાં આગ્રાની આસપાસના પ્રદેશ ઉપર ગુહિલાનું રાજ્ય હાવાનેા લેશમાત્ર પણ સંભવ નથી.
૨. એટલું જ નહિ, પણ ખુદ ચાટસુના લેખથી પણ તેવુ જ અનુમાન પ્રાપ્ત થઇ શકે છે. તે વિષે પણ પાછળ (પૃ ૭૨-૫ મે) ચર્ચા કરવામાં આવી છે. તે લેખ ઇ. સ. ૧૦૦૦ની આસપાસના સમયને ગુહિલવશી ખાલાદિત્યના છે. તે લેખમાં ખાલાદિત્યના પુરુષ ભ પટ્ટથી વંશાવલિ આપી છે. તે વંશાવિલેમાં (૧) ભદ્રં પટ્ટના જ્યેષ્ઠપુત્ર (૨) સિંહ અને કનિષ્ઠપુત્ર (૨) ઇશાનભટ્ટ હતા, એમ કહ્યું છે. (૨) ઇશાનભટ્ટથી ક્રમશ : (૩) ઉપેન્દ્રભટ્ટ, (૪) ગુહિલ પહેલા, (૫) ધનિક, (૬) આઉક, (૭) કૃષ્ણરાજ, (૮) શંકરગણુ, (૯) હરાજ, (૧૦) ગુહિલ બીજો, (૧૧) ભટ્ટ અને (૧૨) ખાલાદિત્ય, એ નામેા જોવામાં આવે છે. એ તે ચાક્કસ છે કે સિંહના પિતા ભઈ પટ્ટ ૧૯ ગુહદત્તથી ૧૧મી પેઢીએ થઇ ગયા છે; તેનું રાજય મેવાડમાં હતું; નાગદ, ચિંતાડ અને આટપુર તેના તામામાં હતાં. તેની ગાદીએ તેના જ્યેષ્ઠ પુત્ર સિંહ બેઠા હતા. તેથી સહજ અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com