________________
મેવાડના ગુહિલ : ૯૩
આના રાજા, ચંપારણ્યમાં આવેલ બેતિયાના રાજા અને ગયાપ્રાન્તાન્તર્ગત તિકારીના રાજાને સમાવેશ થાય છે. હરિકૃષ્ણશાસ્ત્રીકૃત બ્રાહ્મણોત્પત્તિમાર્તડ ગ્રંથમાં સ્કદપપુરાણમાંથી બ્રહ્મક્ષત્રાજ્ઞાતિની ઉત્પત્તિની દંતકથા આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સિંધુસાર એટલે સિંધ અને રજપૂતાનાના કોઈ ક્ષત્રિય રાજાએ પરશુરામના ભયથી દધીચ ઋષિના આશ્રમમાં ભરાઈ જઈ બ્રાહ્મણ ધર્મનું પાલન કર્યું હતું, તેથી તેના વંશજે બ્રહ્મક્ષત્ર કહેવાયા. અલબત્ત, આ દંતકથા તે દંતકથા જ છે. છતાં તેમાંથી એક ઐતિહાસિક તત્વ પ્રાપ્ત થાય છે, તે એ છે કે–વર્તમાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું ઉત્પત્તિસ્થાન સિંધ અને રજપૂતાનાના પ્રદેશ હોવા જોઈએ. ચાટસુના બાલાદિત્યના લેખમાં તેને મૂલપુરુષ ભર્રપટ હતો. અને તે બ્રહ્મક્ષત્ર હતો, એમ લખેલું છે. ભર્તૃપટ ઈ. સ. ના આઠમા સૈકામાં ચિતેડની ગાદીએ થઈ ગયો હતો. તેને પૂર્વજ બપ રાવલ અને બ્રાહ્મણ પ્રતિહાર હરિશ્ચંદ્ર સમકાલીન હતા. બમ્પ રાવલે મેવાડમાં રાજ્ય જમાવ્યું. અને હરિશ્ચંદ્રના પુત્રોએ મારવાડમાં રાજ્ય જમાવ્યું. તે સર્વ હકીકત અને સંગોથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે હરિશ્ચંદ્રની પેઠે બમ્પ પણ બ્રાહ્મણ હતો અને તેની ક્ષત્રિય રાણાએથી થયેલી પ્રજા ક્ષત્રિય અથવા બ્રહ્મક્ષત્ર કહેવાય છે. તેમાં શંકા લાવવાનું કંઈ પણ કારણ જણાતું નથી. 7. Hindu Castes and Sects by J. X, Bhattacharya,
pp. 109–112. ૮. હરિકૃષ્ણ શાસ્ત્રીત બ્રાહ્મણોત્પત્તિમાર્તડ, વેંકટેશ્વર છાપખાનાનું સંસ્કરણ, પૃ. ૩૬૫-૪૦૫.
vvvvvvvvvvvvvvv
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com