________________
૯૨ ઃ મેવાડના ગુહિલે
થાય છે કે હરિશ્ચંદ્રના સમયમાં એટલે ઈ. સ.ના આઠમાં સૈકામાં બ્રાહ્મણે ક્ષત્રિય કન્યાઓને પરણતા હતા. પરંતુ તે દંપતીથી ઉત્પન્ન થતી પ્રજા ક્ષત્રિય ગણાતી હતી. મનુ અને યાજ્ઞવલ્કયના સમયમાં વર્ણ સાંકર્યને માટે ગમે તેવી વ્યવસ્થા હોય. પરંતુ વિદ્વર્ય એઝાશ્રીએ પિતે જ શખસ્મૃતિ અને ઔશનસ સ્મૃતિના આધારે આપી સ્કુટ કર્યું છે કે બ્રાહ્મણબીજ અને ક્ષત્રિય ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી પ્રજા ત્યાર પછીના કાલથી ક્ષત્રિય વર્ગમાં જ ગણવા લાગી. પ (પૃ. ૧૪૯ ). એટલું જ નહિ પણ પુરાણકાલમાં પણ બ્રાહ્મણે નિયોગવિધિથી ક્ષત્રિયાણમાં ઉત્પન્ન કરેલી પ્રજા ક્ષત્રિય જ ગણાતી હતી. સૂર્યવંશી કલ્માષપાદ સૈદાસની રાણીથી વસિષ્ઠ ઋષિએ અશ્મક રાજાને ઉત્પન્ન કર્યો હતે. તે જ પ્રમાણે વ્યાસજીએ ચંદ્રવંશી વિચિત્રવીર્યની રાણીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુને ઉત્પન્ન કર્યા હતા. તે અશ્મક, ધૃતરાષ્ટ્ર અને પાંડુ ક્ષત્રિયે જ ગણાય છે. વર્તમાન કાળમાં પણ ગુજરાતકાઠિયાવાડમાં બ્રહ્મક્ષત્રિયની એક સ્વતંત્ર જ્ઞાતિ છે, તેનું સ્થાન બ્રાહ્મણવર્ગથી કંઈક ઊતરતું અને ક્ષત્રિય વર્ગથી ચઢિયાતું ગણાય છે. બંગાળ, બિહાર, યુક્તપ્રાંત વગેરે પ્રદેશના ભૂમિહાર બ્રાહ્મણે પણ બ્રહ્મક્ષત્ર હોવાનું કહેવાય છે. જેમાં કાશી રાજા, હથે
५. यत्त ब्राह्मणेन क्षत्रियायामुत्पादितः क्षत्रिय एव भवति । क्षत्रियेण वैश्यायामुत्पादितो वैश्य एव भवति । वैश्येन शूद्रायायामुत्पादितः शूद् एव મવતીતિ વિસ્મરણમ્ ૧ યાજ્ઞવલ્કય સ્મૃતિ, આચારાધ્યાય, લેક ૯૧ ઉપર મિતાક્ષરાની ટીકા, તથા કૃપાયાં વિધિના વિઝાઝાતો કૃ તિ તિઃ રકૃતીનાં સમુરઃ (આનંદાશ્રમસંસ્કરણ)માં ઔશનસ સ્મૃતિ, પૃ. ૪૭, શ્લોક. ૨૮.
૬. મહાભારત, આદિપર્વ. અ. ૧૭૭ કલાક ૪૩-૪૭ તથા અ. ૧૦૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com