________________
મેવાડના ગુહિલ : ૯૧ ગુણકર્મોથી તેવા વર્ગો પડી ગયા નથી.
| (છ) પ્રતિહારોનું વિપ્રવ વિદ્વર્ય ઓઝાશ્રીએ માલવાના પરમાર રાજા અંજના લેખનું અને બંગાલાના સેનવંશી રાજા વિજયસેનના લેખનું એમ બે લેખોનાં ઐતિહાસિક પ્રમાણો આપ્યાં છે. પરંતુ પ્રસ્તુત વિષયને સર્વાશે સંગત થતા મંડેરના પ્રતિહાર રાજાએના શિલાલેખેને આ પ્રસંગની ચર્ચામાં ઈસારો પણ કર્યો નથી. જોધપુરથી ચાર માઈલ ઉપર આવેલ મડરના વિષમંદિરમાંથી વિ. સં. ૮૯૪ ઈ. સ. ૮૩૭ ને બાઉક રાજાને એક શિલાલેખ પ્રાપ્ત થયેલ છે. (“રાજપૂતાનેકા ઇતિહાસ” પૃ. ૧૪૭–૧૫૧ ). બીજા બે લેખે જોધપુરથી ૨૦ માઈલ દૂર આવેલ ઘટિચાલ ગામમાંથી તેના ભાઈ કકકુકના વિ. સં. ૧૮ ઈ. સ. ૮૬૧ના સમયના મળી આવ્યા છે. (પૃ. ૧૪૮–૧૫૧) તે ત્રણે લેખો ઉપરથી જણાય છે કે બાઉક અને કક્કો મૂલ પુરુષ હરિશ્ચંદ્ર બ્રાહ્મણ હતા. પ્રથમ તે કઇ રાજાને પ્રતિહાર (Aid-de-Camp) હતો. તેને એક બ્રાહ્મણી અને બીજી ક્ષત્રિયાણી એમ બે સ્ત્રીઓ હતી. બ્રાહ્મણીનો પુત્ર બ્રાહ્મણ પ્રતિહાર અને ક્ષત્રિયાણીના પુત્રે ક્ષત્રિય પ્રતિહાર કહેવાયા. ક્ષત્રિયાણીના પુત્રોએ બાહુબળથી મંડોરનો કિલ્લે જીતી લઈ ત્યાં રાજ્ય જમાવ્યું. હરિશ્ચંદ્રથી ૧૨મી પેઢીએ થઈ ગયેલ બાઉક અને કકુક રાજા બહુ પરાક્રમી થયા. તેઓએ સ્વરાજ્યની બહુ ઉન્નતિ કરી. આ લેખો ઉપરથી સ્પષ્ટ રીતે સિદ્ધ 3. Journal of the Royal Asiatic Society, A. D. 1894
pp. 4-9. ૪. તે જ, ઈ. સ. ૧૮૫, પૃ. ૫૭૬-૭૮ તથા Epigraphia Indica, Vol, 9, pp. 279-80.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com