________________
૯૦: મેવાડના ગુહિલે છતાં બ્રાહ્મણકર્મ કરનાર કહેવામાં આવ્યો છે.'
૪. પરશુરામને પણ વિશ્વામિત્રની પેઠે કવચિત્ બ્રહ્મક્ષત્ર અને બ્રાહ્મણ છતાં ક્ષત્રિયકર્મ કરનાર કહેવામાં આવ્યા છે. એ બન્નેને ક્ષત્રબ્રહ્મ તથા બ્રહ્મક્ષત્ર કહેવામાં ખાસ કારણો છે. પરશુરામના પિતામહ અને જમદગ્નિના પિતા ત્રચીક ઋષિએ કાન્યકુજના રાજ ગાધિની પુત્રી સત્યવતી સાથે લગ્ન કર્યું હતું. પિતાને તેમ જ પિતાના સસરા ગાધિને પુત્રો થાય, તે માટે તેઓએ યજ્ઞાનુષ્ઠાન કરી બે ચરૂઓ તૈયાર કર્યા. એક ચરૂ પિતાની સ્ત્રી સત્યવતીને આપવા માટે હતું, તેમાં બ્રહ્મતેજનું અભિમંત્રણ કર્યું હતું; બીજે પિતાની સાસુને માટે હિતે, તેમાં ક્ષત્રિતેજનું અભિમંત્રણ કર્યું હતું. સત્યવતીએ નેહવશ થઈને પોતાને ચરૂ પોતાની માતાને આપે અને પોતે પોતાની માતા માટે નિમિત કરેલા ચરૂનું પ્રાશન કર્યું. તે જ કારણથી ગાધિ રાજાની રાણીને બ્રહ્મવર્ચસ્વી વિશ્વામિત્ર પુત્ર થયા અને સત્યવતીને જમદગ્નિ જમ્યા. સત્યવતીના અત્યાગ્રહથી જમદગ્નિમાં ક્ષાત્રતેજને આવિર્ભાવ ઋચીક ઋષિએ થવા ન દીધે. પરંતુ તેના પુત્ર પરશુરામમાં તેને પૂરેપૂરો આવિર્ભાવ થયે. તેથી જ વિશ્વામિત્ર ક્ષત્રપત દ્વિજ અને પરશુરામ બ્રહ્મક્ષત્ર કહેવાયા.
છતાં તે બન્નેએ ઉગ્ર તપશ્ચર્યા કરી ક્ષાત્ર સંસ્કારને હાસ કરી નાખે, તેથી તેઓની ગણના શુદ્ધ બ્રાહ્મણમાં થઈ છે.
અર્થાત્ ઉપરના ચારે દૃષ્ટાંતેમાં ક્ષત્રિોપેત દ્વિજ અથવા બ્રહ્મક્ષત્ર વર્ગોનું કારણ બ્રાહ્મણક્ષત્રિયનું સાંકર્યો જ છે માત્ર ૧. પાઈટરને ઈતિહાસ પૃ. ૧૯૯-વાયુ. ૬૪-૯૫; બ્રહ્માંડ ૩-૧-૯૮; મહા
ભારત અનુશાસન પર્વ. અ. ૧૧૫; શાંતિ પર્વ અ. ૪૯; હરિવંશ
મેઘવાહન પર્વ અ. ૧૬-૧૧-૧૨. ૨. હરિવંશ-મેઘવાહન પર્વ અ. ૫૬-ક ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com