________________
મેવાડના ગુહિલે ઃ ૮૯ સંભૂત અને સંભૂતને પુત્ર વિવૃદ્ધ થયે. વિવૃદ્ધના વંશજ વિષ્ણુવૃદ્ધો કહેવાયા. માંધાતાને બીજે પુત્ર અમ્બરીષ, તેને પુત્ર યુવનાશ્વ અને તેને પુત્ર હરિત થયે. તેના વંશજો હારિતે કહેવાયા. તે સઘળા ક્ષેત્રેપેત દ્વિજ કહેવાયા.૯૮ તે જ પ્રમાણે મનુના પુત્ર નાભાગને પુત્ર રથિતર અને તેના વંશજો રથિતરો પણ ક્ષત્રપેત દ્વિજ કહેવાયા. વિષ્ણુપુરાણમાં તો સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ક્ષત્રિયામાંથી ઉત્પન્ન થયા માટે જ ક્ષત્રપેત બ્રાહ્મણ કહેવાયા.૯૯
૩. વિશ્વામિત્ર અને આષ્ટિપેણ (દેવાપિ) ચંદ્રવંશી ક્ષત્રિય રાજાના પુત્ર હતા, છતાં તેઓ બ્રાહ્મણો કહેવાય છે. એમ વિદ્વય ઓઝાશ્રી કહે છે. ખરી રીતે પ્રતીપના પુત્ર અને સંતનુના ભ્રાતા દેવાપિને કેઈ સ્થળે બ્રાહ્મણ કહેવામાં આવ્યું નથી; પરંતુ સંતનુને તેણે યજ્ઞ કરાવ્યું અને તે કાર્યમાં તેણે પુહિતનું કામ કર્યું હતું, એમ કહેવામાં આવ્યું છે. ૧૦૦ વિશ્વામિત્રને ક્વચિત્ ક્ષેત્રેપેત દ્વિજ અને કવચિત ક્ષત્રિય
९८. हरितों युवनाश्वस्य हारितायंत आत्नजाः ।
एते ह्यङ्गिरसपक्षे क्षत्रोपेता द्विजातयः ॥ લિંગપુરાણ ૧. ૬૫-૪૩, एते क्षत्रप्रसूता वै पुण्याश्चाङ्गिरसः स्मृताः । स्थीतराणां प्रवराः क्षत्रोपेता द्विजातयः । વિષ્ણુપુરાણ. ૪-૨-૨ તથા
જુઓ વાયુ પુરાણુ ૮૮-૫-૭, બ્રહ્માંડ. ૬૩-૫-૭ ૧૦૦. વાયુ ૯૯-૨૩૪-૩૬; મસ્ય, ૫૦-૩૯-૪૧ઃ બ્રહ્માંડ. ૧૩-૧૧૭; હરિ.
વંશ ૩૨, ૧૮-૨૨; વીષ્ણુ, ૪-૨૦- ૪, ૬; ભાગવત. ૯-૧૨-૧૪-૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com