________________
૯૪ : મેવાડના ગુહિલે
૭. ઉપસંહાર ઉપસંહારમાં માત્ર એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે–મેવાડના ગુહિલો સંબંધીના સઘળા લેખો એકત્ર ધ્યાનમાં લેતાં તદ. તર્ગત આશય શું છે, એટલું જ શોધી કાઢવા કેઈ નિષ્પક્ષપાત જિજ્ઞાસુ પ્રયત્ન કરે, તો તેને માત્ર નિઃસંદેહ એક જ સત્ય પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. અલબત્ત, તેઓના મૂલપુરાની જાતિ દર્શાવનારા જે લેખો પ્રાપ્ત થયા છે, તેમાં મુખ્ય લેખે તે કેવલ સ્પષ્ટ અને નિસંદેહ કથન કરનારા છે, છતાં કેટલાક એવા લેખો છે કે તેનો બળાત્કારે અર્થાન્તર કરવામાં આવે તે મુખ્ય લેખોને વિરેાધક થઈ શકે તેવા પણ છે. તેમ છતાં, ઈ. સ. ૯૭૭થી ઈ. સ. ૧૪૯૭ સુધી લગભગ ૧૨૦ વર્ષના કાલાન્તરમાં થઈ ગયેલ મેવાડના ચાર ચાર મહાસમર્થ રાજાઓ શક્તિકુમાર, સમરસિંહ, મહારાણા કુંભ અને રાણ રાયમલજીએ તૈયાર કરાવેલા લેખ કરતાં નરવાહનના સમયમાં નાથસાધુઓએ કતરાવેલ લેખ, જયતલદેવીએ બંધાવેલ જૈન મંદિરમાં જૈનાચાર્યું કે તરાવેલ લેખ, નારલાઈગામના આદીશ્વર ભગવાનનાં મંદિરમાં જેન શેઠેએ કોતરાવેલ લેખ તેમ જ રાણા રાજસિંહના રાજકવિએ પૃથ્વીરાજ રાસાને આધાર લઈ લખી કાઢેલ રાયસાગરના ઢંગધડા વિનાના લેખો ઉપર કંઈ પણ આધાર કઈ પણ ન્યાયબુદ્ધિ પંડિત તે રાખી શકે નહિ. વળી બમ્પરાવલની સુવર્ણ મુદ્રા ઉપર સૂર્યચિહ્ન હોવાથી, તેનું પ્રમાણ બલવત્તમ ગણવામાં આવે, તે તે પૂર્વગ્રહનું જ પરિણામ હાઈ શકે. ગુહિલવંશના બીજા અનેક રાજાઓની અસંખ્ય મુદ્દાઓ પ્રાપ્ત થઈ છે, તેમાંની કઈ પણ મુદ્રા ઉપર સૂર્યચિહ્ન નથી; છતાં તે હકીકતનું શા માટે કેવલ દુર્લક્ષ કરવામાં આવ્યું છે? તે મુદ્રા બમ્પરાવલે પોતે જ પડાવી હોય તો પણ સૂર્યચિહ્નને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com