________________
૮૬ : મેવાડના ગુહિલે આશ્રમમાં આયુષ્ય પૂરું કર્યું હતું, તે ઉપરથી જણાય છે કે તે સુદઢ વૈદિક ધર્માવલંબી હતો, એટલું જ નહિ પણ વેદાન્તજ્ઞાનમાં પણ તે બહુ કુશલ હશે, તે જ કારણથી તેને બ્રહ્મવાદી કહેવામાં આવ્યો છે. છતાં ફરીથી તેને જ નહિ પણ તેના આખા કુલને બ્રહ્મક્ષત્ર કહેલ છે. તે શા માટે? સુપ્રસિદ્ધ ઉમાપતિ ધર કવિએ તે લેખની પ્રશસ્તિ રચી છે.૯૫ પોતાના કાવ્યમાં વિના કારણે પુનરુતિદોષ આવવા દે, તે આરોપ તેના ઉપર મૂકી શકાય નહિ. સામંતસેનમાં બ્રહ્મત્વ હતું, તે તેને નિર્દેશ બ્રહ્મવાદી પદથી થઈ જાય છે, અને ક્ષત્રિયત્વ હતું, તે તે ચંદ્રવંશ પદથી નિર્દિષ્ટ થાય છે. છતાં ફરીથી તેને જ નહિ, પણ તેના આખા કુલને બ્રહ્મક્ષત્ર કહ્યું છે તે શા માટે? તે પિતે બ્રહ્મણ્યયુક્ત હોય તે તેથી તેનું આખું કુલ તેવું હોવાનો સંભવ નથી. તેના આખા કુલને ઉમાપતિધરે બ્રહ્મક્ષત્ર કહ્યું છે, તેને અર્થ એટલે જ થઈ શકે કે તેનો મૂલ પુરુષ બ્રાહ્મણ હતા, અને તેના વશ ક્ષત્રિયમાં ભેળાયાથી, આખું કુલ બ્રહ્મક્ષત્ર કહેવાયું. તેને ચંદ્રવંશી કહેવામાં પણ કવિરાજે યુકિત કરી છે. શા માટે સૂર્યકુલ પસંદ ન કરતાં ચંદ્રકુલ પસંદ કર્યું ? કારણ સ્મષ્ટ છે. ચંદ્રવંશને પૌરવવંશ બ્રહ્મક્ષત્ર કહેવાતું હતું, તેવું શાસ્ત્રીય જ્ઞાન કવિરાજમાં હોવું જ જોઈએ. તે જ કારણથી સૂર્યવંશને બદલે ચંદ્રવંશની પસંદગી કરવામાં આવી હતી. અર્થાત્ સેનવંશના પ્રસંગમાં પણ બ્રહ્મક્ષત્રને અર્થ બ્રહ્મક્ષત્રિયના બીજક્ષેત્રના વેગથી ઉત્પન્ન થયેલ જાતિ, એ જ થાય છે.
९५. एषा कवेः पदपढार्थविचारशुद्ध
ગુઘેશ્મા તિવર કૃતિઃ પ્રતિક છે દેવપાડાને શિલાલેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com