________________
મેવાડના ગુહિલેા : ૮૫
૩, અને તેના પુત્ર લક્ષ્મણુસેનનું (ઇ. સ. ૧૧૧૯ નું) માધાઇનગરમાંથી પ્રાપ્ત થયેલું દાનપત્ર, દેવપાડાના શિલાલેખમાં સેનવંશના મૂલપુરુષ વીરસેનને ચંદ્રવંશી અને દક્ષિણ દેશના કેઇ પ્રદેશના રાજા કહ્યો છે. તેના વંશ જ સામતસેનને બ્રહ્મવાદી અને શ્રદ્ઘક્ષત્રિયાળાં શિરોરૂમ એટલે બ્રહ્મક્ષત્રકુલના માથાના હાર કહ્યા છે. તેણે કર્ણાટક દેશના લૂટારાઓને નાશ કરી, તેઓને ત્રાસ દૂર કર્યાં હતા, અને ઉત્તરાવસ્થામાં ગંગાતીરે સાધુસન્યાસીઓના અશ્રમમાં રહીને શેષાયુષ્ય ગાળ્યું હતું; તેના પુત્ર હેમંતસેનને યશેદેવી રાણીથી વિજયસેન નામના પુત્ર થયા. તેણે ગાળા, ખહાર, આસામ વગેરે દેશેા જીતી લઇ મેાટુ રાજ્ય જમાવ્યુ હતુ. નૈહરી અથવા સીતાહારીના દાનપત્રમાં તે મૂલ પુરુષને ચંદ્રદેવ કહ્યા છે, તેના વશો ખંગાળના રાષ્ટ્રદેશમાં આવીને વસ્યા હતા, એમ પણ કહ્યુ` છે; પ્રસ્તુત વિષયને ઉપયાગી થઇ પડે, તેવી વિશેષ કઇ પણ હકીક્ત લખી નથી. માધાઈનગરના દાનપત્રમાં સામતસેનને વર્ણાટક્ષત્રિયાળાં શિરોવાન એટલે કર્ણાટકના ક્ષત્રિયાના કુલના માથાના હાર એમ કહેલ છે. તે સર્વના સમાહાર એટલે જ છે કે મંગાળાના સેનવંશી રાજા ચંદ્રવંશી કર્ણાટી ક્ષત્રિયેા હતા, છતાં વિજયસેનના લેખમાં તેણે પેાતના પિતામહને બ્રહ્મવાદી અને બ્રહ્મક્ષત્રપુલના કહેલ છે, તેનાં કઇ કારણેા હાવાં જોઇએ. સામતસેને ઉત્તરાવસ્થામાં સાધુસન્યાસીએના
૯૩. Journal of the Asiatic Society of Bengal, Vol. V, p. 471; તથા રાખાલદાસ વદ્યાપાધ્યાય કૃત. બંગાળના ઇતિહાસ ( ખગાળી ) ભા. ૧ પૃ. ૨૮૬-૨૮૮
९४. स श्रीकंठ शिरोमणि विजयते देव स्तमोवल्लभः ॥१॥ વગેરે નેહારી અથવા સીતાહારીનું દાનપત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com