________________
મેવાડના ગુડિલેઃ ૮૭ (ચ) પિરાણિક દષ્ટાંત પૌરાણિક દષ્ટ તો પ્રસ્તુત વિષયનું સમર્થન કરવાના કરતાં નિરસન કરવામાં વધારે ઉપકારક થઈ પડે છે. પૌરાણિક કાલમાં અનુલોમ લગ્ન ધમ્ય ગણાતાં હતાં. બ્રાહ્મણોને ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રની કન્યાઓ પરણવાની છૂટ હતી, છતાં વૈશ્ય અને શુદ્ર સાથે લગ્નવ્યવહાર અપવાદરૂપ હતા, પરંતુ ક્ષત્રિય સાથે વ્યવહાર તો સામાન્ય થઈ પડયે હતે. યયાતિ રાજાની પેઠે ક્ષત્રિઓ પણ કવચિત્ કવચિત્ બ્રાહ્મણ કન્યાઓ પરણતા હતા. આરંભમાં અનુલોમ લગ્ન માં બીજતત્ત્વનું ( Germplasm) પ્રાધાન્ય મનાતું હતું. કાલાન્તરે તપશ્ચર્યા અને સંયમ જેમ જેમ ઓછાં થતાં ગયાં, તેમ તેમ ક્ષેત્ર એટલે રજસ્તત્વ (ovum) નું પ્રાધાન્ય વધવા માંડયું. વિદ્વયં એઝાશ્રીએ આપેલાં દૃષ્ટાતના મુખ્ય બે વર્ગો થઈ શકે છે; ૧ બ્રહ્મક્ષત્ર અને બીજે ક્ષત્રપતિ દ્વિજ એટલે ક્ષત્રબ્રહ્મ. બન્ને વર્ગોમાં પરસ્પર જાતિઓનાં બીજતત્ત્વ અને રજસ્તવનું મિશ્રણ થયું હતું. પ્રાયશઃ તે જ કારણથી તેવા બે વર્ગો પડી ગયા હતા. ૧ તેઓએ આપેલાં દષ્ટાંતે પિકી પૌરવવંશના ક્ષેમક રાજાના
સંબંધમાં કેટલાંક પુરાણમાં નીચે પ્રમાણે પુરાતન કાલથી ચાલતી આવેલી ગાથા આપવામાં આવી છે.
अत्रानुवंश श्लोकोऽयं गीतो विप्रैः पुरातनैः ॥ ब्रह्मक्षत्रस्य यो यो निवंशो देवर्षिसत्कृतः ।
क्षेमकं प्राप्य राजानं संस्थास्यति कलौयुगे ॥ અહીંયાં ચંદ્રવંશની પૌરવવંશની શાખાને બ્રહ્મક્ષત્રનું ઉત્પત્તિ ૯૬. મત્સ્યપુરાણ અ ૫૦. કોક ૮૮-૮૯; વાયુપુરાણ અ ૯૯ ૨૭૮–૯,
ઇત્યાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com