________________
પણ આવાજ કાઈ પતનના પંથે પૂરપાટ વેગે કાઇને ફાઈ રીતે ધસી રહ્યો હતા. આચાર્યપ્રવર શ્રીહરિભદ્રના કથનાનુસાર કેટલાંયે જૈન સાધુએ મંદિશમાં રહેતા, મીરના ધનને ભાગવતા; મિષ્ટાન્ન, ઘી તાંબુલાગ્નિથી દેહ અને જિવાને તૃપ્ત કરતા, અને નૃત્ય, ગીત આદિના આનંદ લૂંટતા! મને જો એ સમયે એ લેાકેાને જૈન ધર્મ સ ંબંધી સવાલ પૂછાતા તા એવા ઉત્તર દઇ પ્રશ્નને ટાળી દેતા કે આ વિષય અત્યન્ત સૂક્ષ્મ છે, શ્રાવકોને માટે તે અગઃ યજ છે! કેશલેાચનાતા એમણે પરિત્યાગજ કર્યા હતા; શ્રી સાંગને તે સર્વથા વજ માનતા નહીં; ધનિકાને અધિક માન આપતા, અને આવું આવું જૈન શિક્ષા વિરૂદ્ધ અન્ય ઘણું ઘણું આચરતા. પ્રભાવક ચરિતના અનુસારતા એ સમયના કેટલાંક મોટા મોટા આચાર્યો પણ શિથિલાચારના સક જામાંથી વિમુક્ત રહી શકયા નહાતા. કન્નોજના સમ્રાટ નાગભટ્ટ દ્વિતીયના ગુરુ સુવિખ્યાત આચાર્ય શ્રીખષ્પભટ્ટ તા હાથી પર સવારી પણ કરતા, એમના ઉત્તમાંગ પર ચામર ઢાળવામાં આવતી, તે શહેનશાહસમુ તેમનુ દબદબાભર્યું સન્માન કરવામાં આવતું!
શ્રીહરિભદ્રાચાય જીએ. આ સ્થિતિ સુધારવાના પ્રયત્ન કર્યા, પરન્તુ એમને પૂરી સફળતા પ્રાપ્ત ન થઇ. ખુદૃ શ્રી હરિભદ્રાચાર્ય જીના પ્રાચીન ગાર્હસ્થ્ય નિવાસ સ્થળ ચિતાડમાંજ ચૈત્યવાસીઓનું ભારે પ્રાબલ્ય પ્રવર્તતુ' હતુ', અને ગુજરાત ॥ જાણે ચૈત્યવાસીઓનુ ઘર-મહાધામ બની રહ્યું હતું. પ્રથમ ચાવડા અને ત્યારબાદ ચૌલુકયાના તેઓ વર્ષો સુધી ગુરુ પદે રહ્યા. એમના વિરોધ કરવા એ સામાન્ય વાત નહોતી. પરન્તુ પતન એવ' બૌદ્ધધર્મની માફક મરણને પંથે પડેલ જિનાપદેશના ઉદ્ધાર કરવા આવશ્યક હતા. આથી ચન્દ્રકુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com