________________
( ૩ ) ને ચંદ્રગુપ્તને તેને અધિશ્વર બનાવ્યા. કોઈ મોટા રાજાની સહાય લેવા ચાણકય હિમવત્કટ (હિમાલય) પર્વત ઉપર ગમે ત્યાં ભિલેને નાયક પવેતક નામે રાજા હતો એની સાથે મિત્રાઈ કરી લીધી. એક દિવસે ચાણકયે એ પર્વતકને પિતાનો ઉદેશ કહી સંભળાવ્યું તેને કહ્યું કે “જે તમે મદદ કરે તે નંદનું રાજ્ય જડમુળથી ઉખેડી નાખી એની લક્ષ્મી આપણે બન્ને વહેંચી લઈએ.”
પર્વતે ચાણક્યનું વચન અંગીકાર કર્યું. એ થોડા દિવસમાં પોતાના સકલ સૈન્ય સહિત સજજ થઈને ચાણક્ય સાથે ચાલ્યો. આગળ ચંદ્રગુપ્ત પણ સૈન્ય સહિત એમને મલ્ય. મેટા સૈન્ય સાથે ચાણકય, ચંદ્રગુપ્ત અને પર્વતક નંદરાજાના મુલકમાં આવી પહોંચ્યા. આસપાસને મુલક સાધી લઇને નંદરાજાના એક મોટા નગરને ઘેરે ઘાલ્યો, પણ એ નગર સ્વાધિન થયું નહી, તેથી ચાણક્ય પરિવ્રાજકને વેશ લઈને એનું કારણ શોધવાને નગરમાં દાખલ થયે. ભમતાં ભમતાં એણે સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી દેવીઓની મૂર્તિઓ જોઈ, એને લાગ્યું કે ખરેખર આ મૂર્તિઓના પ્રભાવથી જ આ નગર ભાગી શકાય તેમ નથી. માટે આ મૂત્તિઓનું ઉસ્થાપન શી રીતે થાય? એનો ઉપાય ચિતવવા લાગ્યો.
ઘણા દિવસનાં ઘેરાથી લોકો કંટાળી ગયા હતા જેથી રઘવાયેલા લોકોએ આવીને આ પરિવ્રાજકને પૂછયું. “ભગવન ! આપ કહી શકશે–આ નગર ઉપરથી આફત કયારે દૂર થશે તે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com