________________
( ૬ ) એ ચાણક્ય ચંદ્રગુપ્તને આગળ કરીને પાટલીપુત્રને જીતવા જનાર ! નંદરાજાને જીતવા જતાં બિચારે પોતે જ જીતાઈ ગયે !” ડેસી એટલું બેલીને હસી.
હાર જીત તે દેવાધિન કહેવાય! એમાં તમે હસ્યાં શું માતાજી!”
“એની મુખતા પર ! ” ડેસી ફરીને બેલી.
એની મુખતા! કઈ એની મુર્ખતા વારૂ?” ઉત્સકતાથી ચાણકયે પૂછયું.
“એ ચાણકયે એકદમ પાટલિપુત્રને ઘેર્યું તે?”
છે તે ત્યારે બીજું એને શું કરવું ઉચિત હતું માતાજી?” ડેશીની વાતમાં ચાણક્યને રસ પડવા માંડ એને લાગ્યું કે આની પાસેથી કંઈ નવીન યુક્તિ મલશે.
એ મૂર્ણ ચાણકયે એમ ન વિચાર્યું કે પ્રથમ આસપાસને મુલક વશ કરીને પછી રાજ્યધાની ઉપર ચઢાય તે અ૫ પ્રયાસે ફત્તેડુ થાય. તેવી જ રીતે આ છોકરાએ પણ પ્રથમ અડખે પડખેથી ચાટયા વિના એકદમ વચમાં હાથ નાખે.” ડોશીનાં વચન સાંભળી ચાણક્યની બુદ્ધિ ઠેકાણે આવી એને લાગ્યું કે ડોશીનું વાય સત્ય હતું. એના કહ્યા પ્રમાણે કર્યું હોય તો કદાચ ફાવી શકાય. બાલક થકી પણુ હિતકારી વચન ગ્રહણ કરવું એ નીતિ છે જેથી નંદરાજાનું રાજ્ય મેલવવામાં એ રબારણનું વચન એણે અંગીકાર કર્યું.
ચાણકયે તે પછી ફરીને લશ્કર એકઠું કરવા માંડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com