________________
(૧૭૭) આહા ? મહારાજ ? હમણાં થોડા દિવસથી નગરમાં એક ગવા આવ્યો છે, શું એની ગાન કળા ? દેવ? આપણું આખું નગર એણે દિવાનું બનાવ્યું છે.”
ખરી વાત છે મહારાજ? મને તો લાગે છે કે એ કોઈ ગંધર્વ છુપાવેષમાં આવ્યું હશે અથવા તો એને કદાચ ઇષ્ટ દેવનું વરદાન હશે! નહીતર આવું સુંદર ગાઈ શકે નહી. એ સંગીતને મીઠે સુર કાનમાં પેઠે કે બસ એની પાછળ એવી તે તાલાવેલી લાગે છે કે દિલ એમાંજ લુબ્ધ થઈ જાય છે.” બીજાએ કહ્યું.
છતાં અફસોસ ? એવા સુંદર અને કળાવંત પુરૂષને દુષ્ટ વિધાતાએ આંધળે બનાવ્યો છે.”
“આપણું નગરને છે કે બહાર ગામથી આવેલે છે?” મહારાજે પૂછયું.
છે તે કોઈ પરદેશી ગરીબ-મુફલીસ ! છતાં ગાન કળા એની અનુપમ છે. એ ગાન શકિત આગળ ગંધર્વોપણ અવશ્ય હારી જાય.” પ્રધાને કહ્યું.
અરે! હારી ગયા એમજ કહાની! નહીતર એ ગંધ શામાટે માનવોની દષ્ટિ આગળથી અદશ્ય થઇ ગયા વા ! આના સુંદર ગાનથી લજજા પામીને બિચારા એતે હવે પાઈજ ગયા!” એક કવિએ કહ્યું. એના બોલવાથી સભામાં હાસ્ય પ્રસરી રહ્યું. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com