________________
(૧૬) મન સાચવવાની ઉત્કંઠા રહે છે. ને પ્રભુભક્તિમાં જે ભાવ રહેવો જોઈએ એ ભાવ પછી જ રહે છે. માટે અમે તે પ્રભુનાજ નોકરે કહેવાઈએ, એમને ગમે તેવું કરવા વડે કરીને એ મહાન આત્માના નોકરી બજાવીએ છીએ.”
સિતારવાળે એવી રીતે આપ ઘટે એવો જવાબ આપતો, પણ પિતાની મૂળ ઓળખાણ કેઈને આપતે નહીં. જ્યારે એના જીવન સંબંધમાં પૂછવામાં આવતું ત્યારે કહેતા
મારૂં જીવન ઘણું ભેદ ભર્યું છે તે હું કોઈને કહીશ નહી, તેમજ મહેરબાની કરીને કેઈએ મારા જીવનને ભેદ પૂછ પણ નહી.” એના આવા જુવાબથી એને નારાજ કરવાને એના જીવન સંબંધી કેઈ એને પૂછતું જ નહી,
જ્યાં ત્યાંથી એને ભેજનનાં આમંત્રણ કરવામાં આવતાં. એ આમંત્રણને માન આપીને પોતે તેમને ત્યાં જતો પોતાના સંગીતથી એમને પ્રસન્ન કરતો હતો. અમીરે એની આગળ સેટથું મુકતા પણ એ પોતે માયાનો સ્વીકાર કરતા નહી, ને ત્યાગની મહત્તાનું બધાને ભાન કરાવત એ ભેજનમાંજ સંતોષ માનતા હતા. વિશાળ પાટલીપુત્ર નગરમાં રંકથી તે અમીર પર્યત દરેકને ઘેર આ અંધ સિતારવાળાના ગાનનાં વખાણ થવા લાગ્યાં.
એક દિવસ સમ્રાટ અશોક દરબારમાં બેઠા હતા. બધા અમીર ઉમરાવો ને સરદારે પિતપોતાને ગ્ય આસન ઉપર બેઠેલા હતા. તે અવસરે રાજકાર્યથી પરવાર્યા પછી કંઈક નવા જુની વહીઓ વંચાતી હતી. તેવામાં એક મંત્રીએ કહયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com