________________
(૧૭) ગાંધ પણ લજજા પામી જાય છે. એવા એ અંધના મીઠા ગાનથી આખું પાટલીપુત્ર ઘેલું ઘેલું થઈ ગયું છે. જ્યારે એ ગાય છે ત્યારે હજારે માણસે એના ગાનમાં લુબ્ધ થઈને સાંભળવા ઉભા રહે છે. સેંકડો કાર્યને પડતાં મુકીને મનુષ્ય એ દેવદુર્લભ ગાન તરફ આકર્ષાય છે. કેટલાક અમીર ઉમરાવો ને સરદાર એનાં વખાણ સાંભળીને પોતાને મકાને બોલાવી એનું ગાન સાંભળે છે. એના સંગીત ઉપર મરી પડનારા લોકોના હૃદયમાં બસ એના સંગીતનીજ ધૂન લાગી હતી. કોઈ કોઈ વાર અમીર ઉમરાવોના ત્યાંથી એને આમંત્રણ આવતું, એ આમંત્રણને માન આપી અંધ સિતારવાળે એમને ત્યાં જઈ પિતાના સંગીતને અદ્ભૂત ચમત્કાર બતાવી –શ્રોતાઓને બેહદ ખુશી કરતો હતો;
પ્રસન્ન થયેલા સરદારો, શ્રીમતે એનું નામ ઠામ પુચ્છતા. તેના જવાબમાં પોતે કહેતા કે “હું સુરદાસ છું– અંધ સિતારવાળો છું.”
તમારા કુટુંબમાં કોણ છે સુરદાસજી ? ” એના જવાબમાં તે કહેતો કે–“આ સિતાર એજ મારું કુટુંબ છે, મારી અંધાની એ લાકડી છે, જીવનું જીવન છે.” . સારી સારી લાલચ આપી સંગીતના લુખ્ય અમીર એને પોતાને ત્યાં હમેશાં કાયમ રહેવાને લલચાવતા. પણ કોઈને ત્યાં કાયમ રહેવાની એ સિતારવાળે ના પાડતે. કારણમાં જણાવતા કે. “કોઈને ત્યાં રહેવાથી પછી એનું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com