________________
ગ્રન્થને બન્નેને ઘર અન્યાય કરીએ છીએ એમ મને હંમેશા લાગ્યા કર્યું છે. બાઈબલ અને કુરાને-શરીફ પણ મેં આ જ દષ્ટિએ વાંચ્યાં-માણ્યાં છે; અને માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિએ વાંચનારને એમાંથી જેટલું મળે તેથી ઘણું જ વધારે મને આ દષ્ટિએ વાંચતાં મળ્યું છે એવી મારી ખાતરી થઈ છે.
હકીકતમાં રસદષ્ટિ એ જ સર્વાગી સર્વગ્રાહી અને અખંડ દષ્ટિ છે, જયારે ધાર્મિક કે સાંપ્રદાયિક કે પુણ્યપાજક દષ્ટિ એ એકાંગી સંકુચિત અને ખંડ-દષ્ટિ છે. વળી એ બધા ગ્રંથો રચાયા છે પણ શબ્દબ્રહ્મને નજર સામે રાખીને, સાહિત્યિક દૃષ્ટિએ. “In the beginning was the word” બાઇબલ મંગલાચરણ કરતાં કહે છેઃ “and the word became flesh and the word was flesh.” અવ્યકત wordને વ્યકત કરનાર તરીકે જ fleshતે જોવાનું છે. રામાયણ તો આદિ કવિની કાવ્યકૃતિ છે જ; પણ મહાભારત પણ ઇતિહાસ કે ધર્મશાસ્ત્ર કે પાંચમે વેદ કે એવું બીજુ અનેક હોવા છતાં, તત્ત્વતઃ એક કાવ્યકૃતિ જ છે. મહાભારતકારે જાતે જ આ વાત નોંધી છે. પિતાની હવે પછી વ્યક્ત થનારી, શબ્દ–બદ્ધ થનારી. flesh રૂપે અવતરનારી કૃતિ માટે કાઈ બાહોશ લહિયો મેળવવા વ્યાસજી બ્રહ્મા પાસે જાય છે ત્યારે તે “મેં એક કાવ્ય રચ્યું છે” એમ જ કહે છે અને બ્રહ્મા પણ
त्वया च काव्यम् इति उक्तम्
तस्मात् काव्यम् भविष्यति । –એમ કહીને વ્યાસે પિતાની કૃતિ માટે પ્રયોજેલ કાવ્ય શબ્દ ઉપર પિતાની મહોર મારે છે.
એવા એ મહાભારત-કાવ્યના કાવ્યતત્ત્વને શક્ય તેટલું જાળવીને તેની આ કથા મે ગદ્યમાં આલેખી છે. અનેક જટિલ જંગલો, રણ, ખેતરો. પહાડા, ખીણ, સરોવર, સરિતાઓ, નગર, ગ્રામો, મહર્ષિઓના આશ્રમો, રાક્ષસોના અમાનુષી અાઓ, દેવ, યક્ષો, ગંધર્વોનાં કલ્પના–અદ્ભુત નિવાસસ્થાન, અને પૈશાચી દો ખડાં કરતી યુદ્ધભૂમિઓ વચ્ચે થઈને વહેતા, અને કયાંક કયાંક તો મહામુશ્કેલીથી હાથ લાગે એવી રીતે નાની મોટી અનેક આડકથાઓ વચ્ચે અટવાઈ-ખોવાઈ જતા કથાતતુને મેં મારી નજર સામે રાખ્યો છે. મહાભારતની કથા રમ્યાતિરમ્ય છે, પણ એવાં જ બકે ક્યાંક ક્યાંક તે એથી યે વધુ રમ્ય એનાં ઉપાખ્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com