________________
અને એનાં જીવનદર્શને છે. બધું જ પીરસવાનો આગ્રહ રાખું તો આવા પચીસ ગ્રંથ તો સહેજે જ ભરાય. એટલે એ મોહ છોડીને કેવળ “કથા” પર,story' પર – મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને તે પણ, આવા ત્રણ ભાગમાં આપવા છતાં ઘણે સ્થળે એને ઘણી જ ટુંકાવવી પડી છે. વ્યાસજીની કથનશૈલીની કાવ્યમયતાને સુવાંગ જાળવી રાખવાને તે પ્રશ્ન જ નહોતો; પણ મહાભારતના આત્માને main word ને ક્યાંય આંચ ન આવે એની તકેદારી મેં યથાશકિત રાખી છે. એમાં હું કેટલે અંશે ફાવ્યો છું તે તે, અલબત્ત, અધિકારી વાંચકે જ કહી શકે. વ્યાસજી – કે હેમર – કે વાલ્મીકિ જે આપણા સમકાલીન હોત તો તેમણે પોતાને જે કે કહેવાનું હતું તે કોઈ ત્રિ–ખંડી, સપ્તખંડી કે દશ-ખંડી નવલકથા વાટે જ કહ્યું હત–ઉન પેલ સાર્ગ કે રામાં રોલાંની માફક, એવી મારી માન્યતા છે; અને એ માન્યતાને આધારે જ મેં આ કથાની માંગણી કરી છે, અલબત્ત, વ્યાસજીને પગલે પગલે. આવી જ રીતે ભાગવતની, વાલ્મીકિ-રામાયણની અને બાઇબલની કથા પણ સહદય જનતા-સુલભ બનાવવાની મારી ધારણા છે. ઉપનિષદ અને પુરાણોની કેટલીક વાર્તાઓને તે મેં ચાર નાની નાની પુસ્તિકાઓ દ્વારા રજૂ કરેલી જ છે, અને મહાભારત તથા હરિવંશને આધારે શ્રીકૃષ્ણના જીવનનું પહેલું સોપાન પણ “આર્યાવર્તન લોકનાયક' એ નામે તૈયાર કરેલ છે. બીજાં બે સોપાને “પાર્થસારથિ' અને “યોગેશ્વર શ્રીકૃષ્ણ” તૈયાર થતાં શ્રીકૃષ્ણની સમગ્ર જીવનકથા (કૃષ્ણની આસપાસ રચાયેલી નોવેલ નહિ, પણ કૃણની આધારભૂત જીવનકથા Biography ) આલેખાઈ રહેશે.
વર્ષોથી મગજમાં ઘોળાઈ રહેલી આ કથાને શબ્દબદ્ધ કરવાનું નિમિત્ત, અત્યંત આકસ્મિક રીતે, ગુજરાત રાજ્યના માહિતી નિયામક શ્રી મણિભાઈ શાહ બન્યા. એક વખતે પેટલાદમાં મારું કીર્તન હતું. મણિભાઈ અધ્યક્ષ હતા. હું ખાસ એ એક જ કાર્યક્રમ અંગે મુંબઇથી પેટલાદ આવ્યો હતો. મણિભાઈ પણ એ એક જ કામ માટે અમદાવાદથી પેટલાદ આવ્યા હતા. કીર્તન પછી પોતાનું અધ્યક્ષીય પ્રવચન પૂરું કર્યા બાદ અમદાવાદ પાછા ફરવા માટે તે મેટરમાં બેસવા જતા હતા, તે વખતે “અમારા “પંચાયતરાજ' માટે આવું કંઈક લખે તે ?” તેમણે મને આમંત્રણ આપ્યું.
અને તે પછી બીજે જ મહિને આ મહાભારતકથા “પંચાયત રાજ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com