SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ ભીમસેને મા અને ભાઈઓને તેડી લીધાં અને વનમાં પ્રવેશ કર્યો. બીજા દિવસની સાંજે તેઓ સૌ એક વિશાળ અને રમણીય પીપળા પાસે આવી પહોંચ્યા. ભીમસેને અહીં બધાને ઉતાર્યા અને કહ્યું : તમે અહીં આરામ લો, ત્યાં સુધીમાં હું આસપાસ કયાંય પાણી હોય તે તપાસ કરું.” અને પછી તેમની રજા મળતાં, જલચારી સારસોના અવાજેને અણસારે તેણે જળાશય શોધ્યું, પાણી પીધું, અને પાણી ભરવા માટે કોઈ વાસણ તે પિતા પાસે નહોતું, એટલે ખેસને (ઉત્તરીય) પાણીમાં ઝબોળી નીચવ્યા વગર લઈ લીધે, જેથી એ પાણી મા તથા ભાઈ અને પિવડાવી શકાય. આ પાણ–આ ખેસ લઈને પેલા પીપળાના ઝાડ પાસે આવીને તે જુએ છે તો પાંચેય જણ ઘસઘસાટ ઊંઘી ગયા છે. તેને થયું : વારણાવતમાં, લાક્ષાગૃહમાં, અત્યંત કિંમતી પલંગ પર પણ જેમને ઊંધ નહોતી આવી શકતી, તેઓ આ કારી ધરતી પર કેવાં નિરાંતે ઊંઘી રહ્યાં છે!” અને તેમાંય ખાસ કરીને મા, આ કુતી, શ્રીકૃષ્ણ જેવાની ફેઈ, વસુદેવની બહેન, શખ્સનુપુત્ર વિચિત્રવીર્યની પુત્રવધૂ, પાંડુ જેવા વીર રાજવીની રાણી, મહેલોના પલંગની સુકેમળ તળાઈઓ પર સૂવા ટેવાયેલી, ધર્મ, વાયુ, ઇન્દ્ર આદિ દેવોની પ્રસન્નતા દ્વારા પુત્રોને પામેલી આ કુન્તી સૂકી જમીન પર સુતેલી છે, એના કરતાં વધુ કરુણ અવસ્થા બીજી કઈ હોઈ શકે ? ઘોર વન, રાતને સમય, પીપળાનું ઘેરી ઘટાવાળું વૃક્ષ, વક્ષેની ઓથે તરસ્યાં ને તરસ્યાં ઊંઘી ગયેલ ચાર ભાઈઓ અને પાંચમી મા-, અને તેમની ચેકી કરતો કંઈ કંઈ વિચારમાં ગુંચવાયેલ ભીમસેન ! આવું દ્રશ્ય કેદ અદ્ભુત ઘટના વગર શી રીતે પસાર થાય! વિશ્વનાટકને રચયિતા કોને કે એમ ને એમ ઓછાં જ વેડફાઈ જવા દે! ભાઇઓ અને માના ઊંઘતા દેહની રક્ષા કરતો ભીમસેન વિચારની વિવિધ રંગી ચાદર વણતાં વણતો રાત્રિ પસાર કરતે બેઠે ત્યાં તેની આંખની સામે જાણે એક કૌતુક થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy