________________
७२
૧૮. ભાઇ કે પ્રિયતમ ?
કુંતી સમેત પાંચે પાંડવા બળી મુવાના સમાચાર વારણાવતવાસીએ તરફથી હસ્તિનાપુર પહેાંચાડવામાં આવ્યા, ત્યારે સૌથી વધુ વિલાપ ધૃતરાષ્ટ્રે કર્યા, અને સૌથી આ! વિદુરે ! કારણ કે સત્ય શું છે તે એ બન્ને જાણતા હતા, અથવા જાણે છે એમ માનતા હતા ! પેલા પાંચ ભીલે અને છઠ્ઠી ભીલડીનાં બળીને ભડથાં થઈ ગયેલ શખા તે પાંડવાનાં જ હાવાં જોઇએ એવી ધૃતરાષ્ટ્રની ખાતરી હતી. સામી બાજુએ પાંડવા કાઈ ને કાઈ રીતે, પુરોચનને પણ બાળીને, પેલી સુરંગ વાટે બહાર નીકળી ગયા હોવા જોઇએ, અને જ્યાં હેાય ત્યાં કુશળ હેાવા જોઇએ એવી વિદુરની ખાતરી હતી. એટલે ધૃતરાષ્ટ્રે જ્યારે જગતને દેખાડવા માટે રડારોળ કરી મૂકી અને अन्य पाण्डुमृतो राजा भ्राता मम सुदुर्लभः ॥
મારે દાહલેા મા–જણ્યા ભાઈ જ જાણે આજે મરી ગયેા હાય એમ મને લાગે છે, ” એવી પાક મૂકીને પાંડવા અને કુ ંતીની અત્યેષ્ઠિક્રિયા ખૂબ શાનદાર રીતે દબદબાભેર કરવાનેા આદેશ આપ્યા, ત્યારે વિદુરે દુર્યોધન કે ધૃતરાષ્ટ્રને ખબર ન પડી જાય કે પેાતે કંઈક ખીજું જ ધારે છે એટલા ખાતર જ ફકત ઉપર ઉપરથી થેાડે! શેાક કરી લીધે..
ઃઃ
આ તરફ પાંડવાએ બહાર નીકળીને ઝડપભેર દક્ષિણ દિશા તરફ પ્રયાણુ કરવા માંડયુ.
આકાશના તારાઓ તેમને દિશા બતાવી રહ્યા હતા.
ચાલતાં ચાલતાં એક ગાઢ અને ધાર વન પાસે તે આવી પહેાંચ્યા. તેઓ થાકલ હતા, તરસથી વ્યાકુળ હતા, ઉજાગરાના ભારથી અંધ
હતા.
એટલે સૌએ ભીમને કહ્યું :
“હવે તે અમારાથી ચલાતું નથી, અને દેખાતું ય નથી, તેમાં વળી આ ગહન વન આપ્યું. માટે લાક્ષાગૃહમાંથી જેમ તે અમને ઊંચકીને બહાર આણ્યા, તેમ હવે પાછા અમને તેડી લે. તું એટલા બધા બળવાન છે કે અમારા પાંચેયના ભાર સાથે પણ અમારા કરતાં વધુ ઝડપથી ચાલી શકીશ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com