________________
७४
અપ્રતિમ સૌંદર્ય વાળી એક તરુણી એકાએક ભીમસેનની આંખ સામે આવીને ખડી થઈ ગઈ.
બન્નેની નજર એક થતાં, અલૌકિક આભૂષણથી શણગારાયેલી એ સુંદરીએ સ્મિત કરતાં કરતાં અને શરમાતા શરમાતાં ભીમસેનને આ પ્રમાણે કહ્યું:
દેવ જેવા દેખાતા આ ચાર પુરુષે પોતાના ઘરમાં જ સુતા હોય એવી નિરાંતથી અહીં સુઈ રહ્યા છે. તેઓ કોણ છે, અને હે માનવોત્તમ, આ સ્ત્રી તારી શું થાય છે?”
“તું કોણ છે?સાવ સ્વાભાવિકતાથી પૂછતો હોય તેમ ભીમસેને તેને સામો સવાલ કર્યો.
સાચું કહું ?” સુંદરીએ તરત જ જવાબ આપે, “હું રાક્ષસી છું. મારું નામ હિડિબા. નજીકમાં જ હું અને મારો ભાઈ હિડિમ્બ, અમે બને રહીએ છીએ.”
“હું–અ!” જાણે કોઈ રમુજી વાર્તા સાંભળી રહ્યો હોય એવું માં રાખીને ભીમે હોંકારો દીધો. “પણ ત્યારે આવી ઘેર મધરાતે તું અહીં શા માટે આવી છે, એકલી ? તારા ભાઈને રેઢે મેલીને ?”
મારા ભાઇએ જ મને મોકલી છે—તમને મારી નાખીને, તમારાં શ એની પાસે લઈ જવા ! મારો ભાઈ મનુષ્યમાંસાહારી છે. ” જાણે કેાઈ સામાન્ય વાત કરતી હોય એટલી સ્વસ્થતાથી હિડિમ્બાએ જવાબ આપે.
તો પછી તું વાટ કોની જુએ છે ? ” એટલી જ સ્વાભાવિકતાથી ભીમે પૂછ્યું. ભય તો તેના સ્વભાવમાં જ નહોતું, અને હિડિમ્બાનું માપ તેના મનમાં આવતું જતું હતું.
તું મને ગમે છે, માનવોત્તમ,” ભીમના પ્રશ્નને જાણે આ જ જવાબ હેય એમ હિડિમ્બાએ કહ્યું.
એટલે કે તું પણ માનવમાંસાહારી છે, એમ ને ?” “ તું મને બરાબર સમજે નહિ!” હિડિમ્બાએ ખુલાસો કરવા માંડે. “ તું મને ગમે છે, એમ જે મેં કહ્યું, એનો અર્થ એટલો જ કે તું મને...ગમે છે. એટલે કે... હું તને મારે સ્વામી...બનાવવા માગું છું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com