________________
બ્રાહ્મમુહૂર્ત દાદા ઊઠે. હાઈપેઈને દોઢ-બે માઈલ દૂર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરે મંગલા'ના દર્શન કરવા ઉપડે. દાદી અને બે ઘંટીએ દળવા બેસે. ફઈબા બાળમુકુંદની સહામણું મૂર્તિ સામે પૂજા-પાઠમાં પરેવાય; અને હું ફઈબાની સામે બેસીને પૂજાને એ ઠાઠ માણું. ગુજરાતી પ્રેસનું ભાગવત અને પોથીઘાટની બાંધણીવાળી દેવનાગરી ટાઈપમાં છાપેલી પંચરત્ની ગીતા સાથે રોજ બ્રાહ્મમુદ્દતે શરૂ થતી ફઇબાની આ શાનદાર પૂજાથી જ મારી પ્રીતિ બંધાણી.
શૈશવ અને કૈશોર્યનાં ચાર-પાંચ વર્ષો આ ક્રમ ચાલ્યો હશે. એ અરસામાં અમારે ત્યાં શાસ્ત્રીજીની ત્રણ–ચાર સપ્તાહો પણ થઈ હશે. આસપાસ નજીકમાં જ રહેતા એમના બીજા “આઠ રહે ”ને ત્યાં પણ એટલી જ સપ્તાહ થઈ હશે. એ બધી સપ્તાહોમાં હું ઉલટભેર હાજરી આપું. અધ્યાય-સમાપ્તિ વખતે “ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણે દશમસ્કંધે પૂર્વાધે પંચમો અધ્યાયઃ” એવા શબ્દોની સાથે વ્યાસપીઠની નીચે લટકતી ઝાલર પર મોગરી વડે હું કે વગાડવાને અધિકાર તે જાણે મારા એકલાને જ ! સપ્તાહ દરમ્યાન એક બે રાત શાસ્ત્રીજી ઊભા ઊભા ખાસ્સા દક્ષિણ પદ્ધતિથી કીર્તન કરે. તેમાં પણ મારી હાજરી તો હોય જ. માણભટ્ટોની કથા એટલા દિવસ મોકૂફ, –મારા માટે. અંબરીષ, ચંદ્રહાસ, સુધન્વા, મયૂરધ્વજ, દધીચિ, વશિષ્ઠ, હરિશ્ચન્દ્ર આદિ પૌરાણિક પાત્રોનાં શાસ્ત્રીજી મોટેભાગે કીર્તન કરે. ‘પૂર્વરંગ” અને “કથા” એવા બે ભાગે તેમાં સ્પષ્ટ જુદા તરી આવે. ગીત સ્વરચિત જ હોય. કરતાલ વડે તાલ દેતા જાય, સુમધુર કંઠે ગાતા જાય અને શ્રોતાઓ ઝીલતા જાય. વિવેચન અને કથાકથન શાસ્ત્રીજીનાં સુરેખ અને સચેટ-હૃદયદ્રાવક. કીર્તન-સમાપ્તિ પછી પ્રસાદ પણ પેટ ભરીને ખાઓ એટલે વહેચાય.
પછી દાદાજીનું અવસાન થયું. શાસ્ત્રીજી નિવૃત્તિ લઈ વડોદરા પિતાને વતન વાનપ્રસ્થ થયા માણભટ્ટો કેક કરાંચીમાં આવતા ઓછા થયા, અને કૈક તેમનું સ્થાન ત્રિ-વાચને લીધું. પણ હદયની ફળદ્રુપ ધરતી પર બાલ્યકાળમાં વવાયેલાં બીજો અંકુરિત પલ્લવિત થતાં રહે એવું વાતાવરણ શાળા અને કોલેજના મારા અભ્યાસકાળ દરમ્યાન સરજાતું જ રહ્યું. પૂ પા. શ્રીમન નથુરામ શર્મા કરાંચીમાં અવારનવાર પધારતા અને પધારતા ત્યારે શહેરથી દૂરના કેઈ ઉદ્યાનગૃહના રમણીય વાતાવરણ વચ્ચે મહિના-માસનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com