SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ રંગ મહાભારત, રામાયણ, ભાગવત, ગીતા અને ઉપનિષદ બચપણથી જ મારા જીવનસંગાથીઓ બની ગયાં છે. આ સદીના પહેલા દાયકાની વાત છે. કરાંચીન દાંડિયા બજારના નાકા પર દાદાની જથ્થાબંધ અનાજની વખાર. શાસ્ત્રી રેવાશંકર ગણપતરામ ભટ્ટ (પ્રવાસી સ્વપ્નદત્ત) એ જમાનાના કરાંચીને સર્વશ્રેષ્ઠ સંસ્કૃતવિદ્દ વેદાન્તા ભ્યાસી પિરાણિક અને કીર્તનકાર. જેવા આમૂલ વિદ્વાન તેવા જ નિર્મલ જીવનવાન . દાદાના એ સ્નેહાળ સમવયસ્ક અને શ્રદ્ધેય સન્મિત્ર. એમના પ્રધાન નવ શ્રોતાઓ (“નવ ગ્રહો’)માં દાદા અગ્રણ. વખારની પાસે જ આવેલા રણછોડરાયના મંદિરમાં શાસ્ત્રીજી રોજ રાતે ભાગવતની કથા કરે. દાદા ભાગે જ એ સત્સંગ ચૂકે, અને હું ભાગ્યે જ દાદાની આંગળી ચૂકું. સમયપાલનની બાબત શાસ્ત્રીજી પૂરા પાશ્ચાત્ય. સાડા નવને ટકે “અશ્રુતમ્ કેશવમ ” થાય. શ્રોતાઓ ધીરે ધીરે પોતાના ઘર ભણી રવાના થવા માંડે; અને હું નજીકમાં જ આવેલ બારનલના ચેક ભણું દેટ મૂકું, જ્યાં આગળ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી આવેલ છે ને કે માણભટ્ટ વૈશંપાયન ઋષિ એણુ પર બોલ્યા ને સુણ જનમેજયરાય ? વિસ્તારી તુજને સંભળાવું અણિક પર્વ મહિમાય ! અહો રાયજી સુણિયે ! –ને મંગલાચરણ સાથે હજારેક જેટલી જનમેદની વચ્ચે નરવા કઠે મહાભારતની કથા કરતો હોય. રાતના અગિયાર સાડા અગિયાર સુધી આ કથા ખુશીથી ચાલે. જે રંગ! એકાદશી જેવો કોઈ ધાર્મિક દિવસ હોય તો બાર-સાડાબાર પણ વાગે. કથા પૂરી થતાં હું નજીકમાં જ નેપિયર રેડ પર આવેલ અમારા ઘર તરફ દોડું અને પથારીમાં દાદાની પડખે પડતાં વેંત ઘસઘસાટ ઊંઘી જઉં. સ્વપ્ન આવે તો તે ય ઘટત્કચના ને અભિમન્યુના, કીચકના ને ભીમના, દ્રૌપદીના ને દુઃશાસનના, કૃષ્ણના ને અર્જુનના, લાક્ષાગૃહને ને મચ્છધના, ને એવાં એવાં ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy