________________
હે ભારતના ગાનારા !
હે ભારતના ગાનારા,
કલેકે લેકે શબ્દે શબ્દ
વહેતી અશ્રુધારા ! તેં માનવમાં દાનવ ગાયે, દાનવમાં માનવને જાયે :
માનવ ને દાનવના દાખ્યા સેળભેળ સીમાડા !
હે ભારતના ગાનારા ! વિશ્વ મહાવટને તેં ગાયે, સજનના નટને તે ગાયે,
નટ ને વટના વિરાટ પટના આ નટખટ વણનારા !
' હે ભારતના ગાનારા ! પ્રકૃતિની તે લીલા ગાઈ, તે સંસ્કૃતિની દીધી દુહાઈ:
સત્યતણું શરણાઈ બજાવી ગુજવિયા જગઆરા !
હે ભારતના ગાનારા ! વ્યકિત, કુલ, જાતિના ધર્મો : રાજ-સમાજ-વિશ્વહિત-મર્મો :
કર્મયુગની અમર કથાઓ સમરમહીં ગૂંથનારા !
હે ભારતના ગાનારા ! સ્વાના નિધૃણ સંઘર્ષો, ૫૨મ-અર્થ-ઉજજવલ આદર્શો,
આદર્શોના સંઘર્ષોને દશનસર ઝીલનારા !
હે ભારતના ગાનારા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com